જામનગર મહાનગરપાલિકામાં ખાલી પડેલ કાર્યપાલક એન્જિનિયરની તાત્કાલિક નિમણૂક કરવાની માંગ સાથે વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા એ સહિતના કોંગ્રેસના કોર્પોરેટરોએ આજરોજ સતત ત્રીજા ગુરૂવારના રોજ કમિશનર કાર્યલય સામે ધરણા કર્યા હતા.
કાર્યપાલક એન્જિનિયરોની સિનિયોરીટી લાયકાત અને અનુભવના ધોરણે નિમણૂક કરવાની તાત્કાલિક માંગણી કરી હતી. જ્યારે જામનગર મહાનગર પાલિકામાં કુલ પાંચ જગ્યામાંથી એક જગ્યામાં સિટી એન્જિનિયરની નિમણૂક કરાઇ છે બાકી રહેતી ચાર કાર્યપાલક એન્જિનિયરની જગ્યા હાલ ઘણા સમયથી ખાલી પડી છે તેમજ કાર્યપાલક એન્જિનિયરની જગ્યા ઘણા સમયથી નિમણૂક કરવામાં આવતી નથી અને અધિકારીઓને ચાર્જમાં જ રાખવામાં આવતા હોવાથી તેમને વધારાનો ચાર્જ સોંપવા તે અધિકારી ઉપર કામનું ભારણ વધારે રહે છે.
જ્યારે આ અંગે રચનાબેન નંદાણીયા એ અંગે સામાન્ય સભામાં પણ રજૂઆત કરી હતી તેમ છતાં હજી સુધી કોઇ ઉકેલ આવ્યો નથી જેને લઇને વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા આજે ધરણાં પર બેસી વિરોધ દર્શાવ્યો હતો.
જ્યાં સુધી ચાર કાર્યપાલક એન્જિનિયરની સિક્યુરિટી લાયકાત અને અનુભવના આધારે નિમણૂક કરવામાં નહીં આવે ત્યાં સુધી અઠવાડિયામાં એક દિવસ સવારના 11 થી 5 દરમિયાન ઘરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી, તેના અંતર્ગત રચનાબેન નંદાણીયા એ આજે સતત ત્રીજા દિવસે આ વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું અને મહાનગર પાલિકા સામે લડત ચલાવી રહ્યા છે ત્યારે આ તકે કોંગ્રેસી કોર્પોરેટર સહિતના આગેવાનો ધરણા માં જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.