તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાડતોડ:નેશનલ પાર્ક સોસાયટીમાં જાહેર માર્ગ પર બનેલા મકાનનું ડીમોલીશન

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નોટીસ આપ્યા બાદ પણ દબાણ દૂર ન થતા કાર્યવાહી

જામનગરમાં નેશનલ પાર્ક સોસાયટીમાં જાહેર માર્ગ પર બનેલા રહેણાંક મકાનનું ડીમોલીશન મનપાએ શરૂ કર્યું છે. નોટીસ આપ્યા બાદ પણ આસામીએ દબાણ દૂર ન કરતા મનપાએ કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લાં 20 વર્ષથી આ સ્થળે આસામીએ બે માળનું પાકું મકાન બનાવી લીધું હોવાનું ખૂલ્યું છે.

શહેરમાં મોરકંડા રોડ પર નેશનલ પાર્ક સોસયટીમાં જાહેર માર્ગ પર આસામીએ ગેરકાયદે રીતે બે માળનું પાકું મકાન બનાવી દબાણ કર્યું હતું. આ અંગે સોસાયટીના રહીશોએ મનપામાં અરજી કરી હતી. જેના અનુસંધાને મનપાની એસ્ટેટ શાખા દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી.

જેમાં જાહેર માર્ગ પર અનઅધિકૃત રીતે મકાન બનાવામાં આવ્યાનું ખૂલતા એસ્ટેટ શાખાએ આસામીને નોટીસ ફટકારી હતી. આમ છતાં આસામીએ દબાણ દૂર ન કરતા મનપાની એસ્ટેટ શાખા દ્વારા મંગળવારે મકાનની પાડતોડ શરૂ કરવામાં આવી છે. જે બુધવાર સુધી ચાલશે.

અન્ય સમાચારો પણ છે...