તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગર શહેરના એક સમયે ભાગોળે આવેલા એરફોર્સ સ્ટેશન સમયની સાથે શહેર વધતા શહેરની લગભગ વચ્ચોવચ આવી ગયું છે તેની આજુબાજુ વસ્તી વધારો પણ થઈ રહ્યો છે. અમૂક બાંધકામો તો એરફોર્સથી એકદમ નજીક થઈ ગયા છે જેના કારણે સુરક્ષાના પ્રશ્નો ભવિષ્યમાં ઉભા થાય તેમ છે. આ અંગે એરફોર્સના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સત્તાવાર રીતે 8 મુદ્દાઓ કે જે સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબજ જોખમી છે તેમાં પગલાં લેવા મહાપાલિકાને કાગળ લખતા ભારે ચકચાર મચી જવા પામી છે.
જામનગર શહેરના ઢીંચડા રોડ અને રોઝી પેટ્રોલ પંપ પાસે આવેલા એરફોર્સ સ્ટેશનની આજુબાજુ અમૂક બાંધકામો એરફોર્સના નીતિ-નિયમોનો છડેચોક ભંગ કરે છે જે અંગે એરફોર્સ દ્વારા જામનગર મહાનગરપાલિકાના તંત્રને કાગળ લખી જણાવવામાં આવ્યું છે કે, અમૂક બાંધકામો અને રહેણાંક જે નિયમ મુજબ નથી અને એરફોર્સના નિયમો મુજબ શક્ય પણ નથી તે બની ગયા છે જેમને દૂર કરવા ખૂબજ જરૂરી છે.
આ અંગેનો કાગળ મહાપાલિકાના મ્યુનિ. કમિશનરને લખવામાં આવ્યો છે જે કાગળ બાદ મહાપાલિકામાં હડકંપ મચી ગયો છે જેની જવાબદારી આવે છે તે ટીપીઓ શાખામાં આ કાગળથી ભારે હલચલ મચી ગઈ છે. બીજું એરફોર્સની આજુબાજુ થઈ ગયેલા જોખમી બાંધકામો પહોંચતા-પામતા લોકોના હોય, મહાપાલિકા હાથ જોડીને બેઠી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે, પરંતુ જ્યારે સુરક્ષાનો પ્રશ્ન આવે ત્યારે કોઈપણ પ્રકારની લાપરવાહી ચલાવી શકાય નહીં જે માટે તંત્ર દ્વારા હજુ પણ પગલાં માટે વિચારણા ચાલી રહી છે. મહાપાલિકા હવે બાંધકામોના સર્વે કરી નોટિસ આપી કાર્યવાહી કરશે.
આ બાંધકામો સામે એરફોર્સે સખત વાંધો ઉઠાવ્યો
સર્વે કરીને કામગીરી કરાશે: TPO
હા, અમને એરફોર્સ સત્તાવાળાઓ તરફથી કાગળ મળ્યો છે તેમાં દર્શાવેલા બાંધકામો અંગે અમે તપાસ કરી આ અંગે સર્વે કરી નોટિસ આપી આગળની કાર્યવાહી ચોક્કસ પણે કરવામાં આવશે. - શૈલેષ જોષી, ટીપીઓ, જામ્યુકો.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.