તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વાલ્મિકી સમાજ વિરુદ્ધ કથિત ટીપ્પણી કરનાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેઈમ બબીતા સામે ફરિયાદ દાખલ કરવા માંગ

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ દિવસમાં કાર્યવાહી ના થાય તો ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારાઈ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી તરીકે રોલ બજાવતી બબીતા એટલે કે, મુનમુન દત્તા દ્વારા અનુસૂચિત જાતી પૈકી વાલ્મિક સમાજ વિરુધ્ધ અપમાનિત શબ્દનો પ્રયોગ કર્યો હોય, તેની વિરુધ્ધ એટ્રોસિટી મુજબ ફરિયાદ દાખલ કરવા જામનગર વાલ્મિકી મધ્યસ્થ યુવા પાંખના પ્રમુખ દિપકભાઇ વાઘેલા તેમજ સામાજિક કાર્યકર અમિત પરમાર દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. તારક મેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી બબીતા(મુનમૂન દત્તા)એ અનુસૂચિત જાતિ પૈકી વાલ્મિક સમાજ વિરુધ્ધ ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કર્યો હોય, વાલ્મિક સમાજનું અપમાન થયું હોવાની જણાવી તેની વિરુધ્ધ એટ્રોસિટી એકટ મુજબ ફરિયાદ દાખલ કરવા માંગણી કરાઇ છે.

જામનગર વાલ્મિકી મધ્યસ્થ યુવા પાંખના પ્રમુખ દિપકભાઇ વાઘેલા, ઉપપ્રુમખ વિજય ચૌહાણ, અધ્યક્ષ મનોજભાઇ સોલંકી, રામજીભાઇ સોલંકી, ચમનભાઇ પરમાર, સંજયભાઇ ચૌહાણ, કાનજીભાઇ પરમાર, સુરેશભાઇ પરમાર, વૃજલાલ મકવાણા, શૈલેષભાઇ કબીરા, પ્રવિણભાઇ નારોલા, કિરીટભાઇ મકવાણા, સચિન સોલંકી, મયૂરભાઇ દંડીયા સહિતના અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.આ ઉપરાંત જામનગરના સામાજિક કાર્યકર અમિત પરમાર દ્વારા પણ આ બાબત અંગે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

જો ત્રણ દિવસમાં અભિનેત્રી બબીતા વિરુદ્ધ કાર્યવાહી નહી કરવામાં આવે તો દલિત સમાજ દ્વારા જામનગરમાં ઘરણા કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...