તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • Demand Of Maldhari Community To Keep Dwarka Temple Open On The Occasion Of Fuldol Festival, Application Letter Sent To Jamnagar Collector

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદનપત્ર:ફૂલડોલ ઉત્સવ નિમિતે દ્વારકા મંદિર ખુલ્લુ રાખવાની માલધારી સમાજની માગ, જામનગર કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 27 થી 29 તારીખ સુધી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવાની માગ

જગત મંદિર દ્વારકા મંદિર માં હોળી ના ફૂલડોલ ઉત્સવ ઉજવવા વખતે મંદિર ખુલ્લુ રાખવા બાબત માલધારી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે .પવિત્ર યાત્રાધામ દ્વારકામાં આદિકાળથી હોળી અને ફૂલડોલ ઉત્સવ નો મહિમા રહેલો છે જેમાં હોળી પૂનમ ના દિવસે જ હોય છે એવા સંજોગોમાં દ્વારકા પગપાળા ચાલીને આવતા ભક્તોની સંખ્યા હજારોની હોય છે જેમાં કેટલાક શ્રદ્ધાળુઓ તો બેસતા પણ નથી હોતા એવી પૂનમ ભરવા ની માનતા લઈને આવતા હોય છે.

કલેકટરને આવેદનપત્ર આપતા માલધારી સમાજ
કલેકટરને આવેદનપત્ર આપતા માલધારી સમાજ

હિંદુઓનાં પવિત્ર તહેવાર હોળી માં શિસ્ત બદ્ધ રીતે સેનેટાઈઝર કરી મંદિરમાં ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવામાં કોઈ વાંધો ન હોવો જોઈએ એવું અમારું માનવું છે બીજી બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ છે એવી જાહેરાત પણ આવે છે ત્યાં રોજના અંદાજીત 15000 લોકો મુલાકાત લે છે ત્યાં કોરોના સંક્રમિત ન થતા હોય? અને માત્ર હિન્દુ મંદિરોમાં જ સંક્રમણ થાય તે ખરેખર વિચાર માગી લે છે.

આથી વિશાળ સંખ્યામાં પોલીસ બંદોબસ્ત રાખેલ મંદિરમાં તારીખ 27 થી 29 મંદિર ખુલ્લુ રાખવા લોકોની આસ્થા અને માનવતા પૂરી થાય તે માટે આપ દ્વારા દ્વારકાના કલેકટર ભલામણ કરવા વિનંતી સાથે આવેદનપત્ર માલધારી સમાજ દ્વારા આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો