નિવૃત જવાનોના પરિવારોની માગ:આર્થિક સહાય, સ્કોલરશીપ, અંતિમક્રિયા સહાય સહિતના લાભો આપવામાં આવે, કલેક્ટર સાથે કરાઈ ચર્ચા

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેઠકમાં વધુમાં વધુ યોજનાકીય લાભો પહોંચાડવા તેમજ વિવિધ પ્રશ્નોના નિરાકરણ અંગે ચર્ચા કરાઇ
  • માસિક આર્થિક સહાય, દીકરો લગ્ન સહાય, સ્કોલરશીપ, અંતિમક્રિયા સહાય, યુદ્ધ જાગીર ભથ્થું વગેરે મુદ્દે ચર્ચા

જામનગરમાં કલેક્ટર કચેરીના સભાખંડમાં અધિક નિવાસી કલેક્ટર એમ.પી. પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સૈનિક કલ્યાણ સમિતીની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી જામનગરના કમાન્ડર સંદિપ જયસ્વાલ, સેનાના કર્નલ રાનડે સહિતના અધિકારીઓએ જિલ્લાના નિવૃત જવાનો તેમજ તેમના પરિવારજનોને કઈ રીતે વિવિધ લાભો તથા સહાયના માધ્યમથી મદદરૂપ થઈ શકાય તે અંગે ઉપસ્થિત નિવૃત જવાનો સાથે ચર્ચા વિમર્શ કરી જરૂરી પગલાંઓ લીધા હતા.

બેઠકમાં નિવૃત જવાનોના પરિવારોને માસિક આર્થિક સહાય, દીકરો લગ્ન સહાય, સ્કોલરશીપ, અંતિમક્રિયા સહાય, રાજ્ય સરકારે ચૂકવેલ આર્થિક સહાય, યુદ્ધ જાગીર ભથ્થું સહાય, શસ્ત્ર સેના ધ્વજ દિન અંગેનું ભંડોળ, વોર મેમોરિયલની સ્થાપના સહિતના મુદ્દે ચર્ચા કરી ઉપસ્થિત નિવૃત જવાનોની માંગણી મુજબ ઘટતી કાર્યવાહી હાથ ધરવા નિર્ણયો કરાયા હતા.

આ બેઠકમાં જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીના કમાન્ડર સંદિપ જયસ્વાલ, સેનાના કર્નલ રાનડે, વાય. એન.સોની, કે.વી.લાડાણી, મહિલા કલ્યાણ વ્યવસ્થાપક રેખાબેન દુદકિયા, એમ.સી.ગોસ્વામી, જીતુભાઈ ગોસ્વામી તેમજ નિવૃત સેનાના જવાનો તથા તેના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...