માંગ:કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરીવારને 4 લાખ વળતર આપવા માંગ

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરીવારને 4 લાખ વળતર આપવા માંગ
  • કોંગ્રેસના જામજોધપુરના ધારાસભ્ય સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોરની સૂચના અનુસાર જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જીવણભાઈ કુંભરવાડીયાની આગેવાનીમાં લાલપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તા. 5ના બાઈક રેલી સ્વરૂપે લાલપુર ગ્રામ્ય મામલતદાર કચેરીએ કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારને રૂા. 4 લાખ રૂપિયાનું વળતર મળે તે માટે જિલ્લા કૉંગ્રેસ દ્વારા કોવિડ-19 યાત્રા અંતર્ગત જે ફોર્મ અગાઉ ભરેલા હતા તે ફોર્મની નકલો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભરવાડીયા, જામજોધપુર, લાલપુરના ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા, લાલપુર તાલુકા પ્રમુખ દેવસીભાઈ બેડીયાવદરા, લાલપુર તાલુકા પંચાયતના વિરોધ પક્ષ નેતા જયપાલસિંહ જાડેજા, જિલ્લા ઉપપ્રમુખ પ્રદ્યુમ્નસિંહ જાડેજા, જિલ્લા મંત્રી ચંદ્રસિંહ જાડેજા, અનોપસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના સદસ્ય ખીમજીભાઈ ધોળકીયા, લાલપુર કિસાન સેલના પ્રમુખ પ્રફુલભાઈ બોળા, જ્યેન્દ્રસિંહ જાડેજા, રાજુભાઇ અઘેરા, મુકેશભાઈ નેસડીયા, ભાવેશભાઈ ડગરા, રાજુભાઇ ડાભી, દેવાભાઈ ગમારા, રફીકભાઈ દોદેપુત્રા, એ.પી. વાછાણી, હીરાભાઈ ખરા, સની પટેલ તથા લાલપુર તાલુકાના કાર્યકરો, આગેવાનો તથા કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...