મુખ્યમંત્રીને રજૂઆત:જિલ્લામાં ઉભા પાક બચાવવા ડેમમાંથી પાણી છોડવા માગ

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ ન થતા મગફળી-કપાસનો પાક નિષ્ફળ જવાની ભીતિ

જામનગર જોડીયા અને ધ્રોલ તાલુકાના સિંચાઈના ડેમોમાંથી તાત્કાલિક ઉભા પાકોને બચાવવા માટે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી તથા સિંચાઈ સચિવને સૌની યોજના દ્વારા ડેમોમાંથી પાણી છોડવા રજૂઆત કરાઈ હતી.

વરસાદની સિઝન શરૂ થતાં જામનગર જિલ્લાના જામનગર જોડિયા ધ્રોલ તાલુકામાં મગફળી-કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે જો કે આ વિસ્તારમાં વાવણી બાદ વરસાદ થયો નથી આથી મગફળી અને કપાસના પાક કટોકટી અવસ્થામાં છે આથી જામનગર ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજી પટેલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી તથા સિંચાઈ સચીવને મગફળી કપાસ અને અને ખરીફ પાકોને બચાવવા માટે તાત્કાલિક સસોઈ ડેમ, ઉડ -1, વોડીસાગ, ફુલઝર 1 આજી 3 , આજી ૪, ધ્રોલ તાલુકાના આજી 3 વગેરે ડેમમાંથી સિંચાઈ યોજનામાં સંગ્રહિત થયેલ પાણીને ઉભા પાકો બચાવવા સિંચાઈ માટે આપવામાં આવે તેવી માંગણી કરી હતી.

શહેર-જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ડેમમાં પાણીનો પુરતો જથ્થો હજુ નથી, આ સ્થિતિમાં મોટાભાગના વિસ્તારમાં પાકનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે આગામી દિવસોમાં સિંચાઇ માટે પાણી નહી મળે તો મોટાભાગનો પાક નિષ્ફળ જવાની ભીતિં છે.

અન્ય સમાચારો પણ છે...