તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Demand For Issuance Of Circular To Withdraw Fee Hike In Private Schools, NSUI's Agitation Sparks If Circular Is Not Issued Within 48 Hours

રજૂઆત:ખાનગી શાળામાં ફી વધારો પરત ખેંચવાનો પરિપત્ર જાહેર કરવાની માગ, 48 કલાકમાં પરિપત્ર જાહેર ના થાય તો NSUIની આંદોલનની ચીમકી

જામનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફી વધારા માટે એફઆરસી કમિટી સમક્ષ આધાર પુરાવા રજૂ કરવા પડે
  • 48 કલાકમાં પરિપત્ર પાછો ખેંચવામાં નહીં આવે તો આંદોલન કરાશે

હાલ શાળાઓના વેકેશન ખુલી ગયા છે જેમાં સ્વાભાવિક રીતે વેકેશન ખુલતા જ શાળાઓ ફી વાલીઓ પાસે અપેક્ષા રાખે છે પરંતુ હાલના કોરોનાની મહામારીના સમયમાં મોટાભાગની શાળાઓએ પોતાની ફીમાં વધારો કરીને ઉઘરાવવાનું શરૂ કર્યું છે તે અંગે ઘણી બધી ફરિયાદો એનએસયુઆઇ અને મળી છે.

જેમાં કોઈપણ શાળાઓએ ફી વધારવા માટે એફઆરસી કમિટી સમક્ષ યોગ્ય આધાર પુરાવા સાથે પોતાની ફાઈલ મૂકવાની હોય છે અને એફઆરસી ને શાળાઓને જો ફી વધારો યોગ્ય લાગે તો ફી વધારો કરવા આદેશ કરતી હોય છે પરંતુ જામનગર ની વાત કરીએ તો કોઈપણ શાળાની ફી વધારવાની ફાઈલ વર્ષ 2021-22 માટે એફઆરસી કમિટીએ મંજૂર કરેલ નથી અને હજુ તો ઘણી શાળા એ તો એફઆરસી કમિટી સમક્ષ પોતાની ફાઈલ મૂકી પણ નથી.

જ્યારે આવી પરિસ્થિતિમાં ઘણી બધી શાળાઓ ફી વધારો મળવાની અપેક્ષા સાથે વાલીઓ પાસેથી નવી વધારેલી ફી વસૂલી રહી છે જે ગેરકાયદેસર છે આ માટે અમારી રજૂઆતના અનુસંધાને આપ દ્વારા તમામ જામનગરની સીબીએસસી અને ગુજરાત બોર્ડની શાળાઓને પરિપત્ર કરવા માં આવે કે જ્યાં સુધી એફઆરસી કમિટી કોઈપણ શાળાને ફી વધારવાની મંજૂરી આપે નહીં ત્યાં સુધી વધારો મળવાની અપેક્ષા એ વધેલી ફી લેવાની જગ્યાએ જ જૂની ફી વસુલવી.

એવી રજૂઆત એનએસયુઆઇ દ્વારા કરવામાં આવી હતી અને જેમાં સાથે એવું પણ જણાવ્યું હતું કે 48 કલાકમાં આપ દ્વારા ફી વધારો પાછો ખેંચવા નો પરિપત્ર કરવામાં નહીં આવે તો જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સમક્ષ યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

જ્યારે આવેદનપત્ર જિલ્લા શિક્ષણ અધિકારીને આપવામાં આવ્યું હતું અને વધારા બાબતની રજૂઆત પણ કરવામાં આવી હતી જેમાં યુવક કોંગ્રેસ પ્રમુખ તોસીફ ખાન પઠાણ ગુજરાત યુવક કોંગ્રેસના મંત્રી શક્તિસિંહ જેઠવા એનએસયુઆઈ જામનગરના પ્રમુખ મહિપાલ સિંહ જાડેજા આગેવાનોને જિલ્લા શિક્ષણ અધિકારી ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...