તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:જામનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોને તાકીદે વળતર ચૂકવવા માંગ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગર જિલ્લા કિસાન કોંગ્રેસે કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું

જામનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડતોને તાકીદે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત વળતર ચૂકવવા જિલ્લા કિસાન કોંગ્રેસે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.જામનગર જિલ્લા કિસાન કોંગ્રેસે કલેકટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે, જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો આકાશ સામે મીટ માંડીને બેઠા છે. છેલ્લાં 45 દિવસથી વરસાદ છે જ નહીં અને સરકારી ચોપડે પણ વરસાદ નોંધાયો નથી. આથી ખેડૂતોનો ઊભો પાક સૂકાઈ રહ્યો છે. રાજ્ય સરકાર પાકવીમા યોજનાને બદલે નવી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં મૂકી છે.

તે મુજબ જો સતત 28 દિવસ વરસાદ ન પડે તો ખેડૂતોને હેક્ટર દીઠ 25000 ને વધારેમાં 4 હેક્ટરની મર્યાદામાં 25000 મળી કુલ 1 લાખ સુધી વળતર આપવાની જાહેરાત કરી હતી. પરંતુ 28ના બદલે 45 દિવસથી જિલ્લામાં વરસાદનો છાંટો પણ પડ્યો નથી. માટે ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ લાભ આપવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...