જામનગર મહાનગરપાલિકાએ શહેરને શૌચાલયમાંથી મુકત જાહેર કર્યું છે. એટલે કે તમામ લોકને પોતના ઘરમાં શૌચાલય છે. પરંતુ શહેરના વોર્ડ નં.4ના નવાગામ ઘેડ, નગરસીમ અને નાગના સહિતના સ્લમ વિસ્તારોમાં ઘરોમાં શૌચાલય નથી. જેના કારણે ભાઈઓ અને બહેનોને બહાર રોડ, કેનાલ કે અન્ય કોઈપણ સ્થળે શૌચાલય માટે જવું પડે છે જે શરમની સાથે દુ:ખની વાત છે.
સ્લમ વિસ્તારોમાં શૌચાલયના અભાવ મુદ્દે આ વોર્ડના કોંગી નગરસેવિકા રચનાબેન નંદાણીયા તથા રહેવાસીઓએ શનિવારે પાણીની ડોલ સાથે મનપાની કચેરીએ ઘસી ગયા હતા અને દેખાવ કર્યા હતાં. આટલું જ નહીં આ મુદે કમિશ્નરને ઉગ્ર રજૂઆત કરી ગરીબ અને સ્લમ વિસ્તારોમાં સર્વે કરી શૌચાલય બનાવવા માંગણી કરી છે. સાથે સાથે મહાનગરપાલિકાના શૌચાલય ફ્રી સિટીના દાવા તદ્દન પોકળ હોવાનું પણ મહાપાલિકાના કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.