તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવા વેરિએન્ટનો રાજ્યમાં ત્રીજો કેસ:જામનગરમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટની એન્ટ્રી, 60 વર્ષીય વૃદ્ધામાં મળી આવ્યો નવો વેરિએન્ટ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલ - Divya Bhaskar
જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલ
  • વૃદ્ધાએ વેક્સિનનો એક ડોઝ લીધો હતો, હાલ સંપૂર્ણ સ્વસ્થ

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાની બીજી લહેર નબળી પડી રહી છે. પરંતુ, દેશના અલગ અલગ રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના વધી રહેલા કેસોએ આરોગ્ય વિભાગની ચિંતા વધારી છે. જામનગર જિલ્લામાં પણ ડેલ્ટા પ્લસ વેરિએન્ટની એન્ટ્રી થઈ ચૂકી છે. ગુજરાતમાં જામનગરમાં આજે નોંધાયેલો ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો કેસ રાજ્યમાં ત્રીજો કેસ છે. રાજ્યમાં આ પહેલા વડોદરા અને સુરતમાં એક એક કેસ નોંધાઈ ચૂક્યા છે.

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધામાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ જોવા મળ્યો
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધામાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ જોવા મળ્યો

60 વર્ષીય વૃદ્ધાનો પોઝિટિવ રિપોર્ટજામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધાનો ગત 28મેં ના રોજ કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. તેઓની સારવાર બાદ 2 જૂનના ડીસ્ચાર્જ કરાયા હતા. ડેલ્ટા પ્લસ વેરિએન્ટની ચકાસણી માટે વૃદ્ધાના સેમ્પલ પુનાની લેબોરેટરીમાં મોકલાયા હતા જ્યાંથી તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

વૃદ્ધા હાલ સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. વૃદ્ધાએ વેક્સિનનો એક ડોઝ પણ લઈ લીધો હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા હાલ વૃદ્ધાના ઘર આસપાસના વિસ્તારમાં કામગીરી હાથ ધરવામા આવી છે.

ડેલ્ટા-પ્લસ વેરિયન્ટ શું છે?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભારતમાં મળી આવેલા કોરોના વાયરસનો ડબલ મ્યૂટન્ટ સ્ટ્રેન B.1.617.2ને ડેલ્ટા નામ આપવામાં આવ્યું છે. B.1.617.2માં બીજો મ્યૂટેશન K417N થયો છે, જે અગાઉ કોરોના વાયરસના બીટા અને ગામાના વેરિયન્ટમાં પણ જોવા મળ્યો હતો. નવા મ્યૂટેશન પછી રચાયેલા વેરિયન્ટને ડેલ્ટા+ વેરિયન્ટ અથવા AY.1 અથવા B.1.617.2.1 કહેવામાં આવે છે. K417N મ્યૂટેશનવાળા આ વેરિયન્ટ મૂળ વાયરસ કરતાં વધુ ચેપી છે. વેક્સિન અને દવાઓની અસરને નબળી બનાવી શકે છે. ખરેખર B.1.617 લાઈનેઝથી જ ડેલ્ટા વેરિયન્ટ (B.1.617.2) બહાર આવ્યો છે. એના વધુ બે વેરિયન્ટ છે- B.1.617.1 અને B.1.617.3, જેમાં B.1.617.1ને WHOએ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ (VOI)ની યાદીમાં રાખ્યો છે અને કપ્પા નામ આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...