મુશ્કેલી:નવા નાગનામાં ખેડૂત દ્વારા વરસાદી પાણીનો નિકાલ બંધ કરી દેવાતા દેકારો

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજુબાજુની પચાસથી વધુ ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થઇ ગયા

જામનગર શહેરના નવા નાગના વિસ્તારમાં એક ખેડૂત દ્વારા વરસાદી પાણીનો નિકાલ બંધ કરી દેતા ભારે દેકારો બોલી ગયો છે. પાણીના નિકાલનો ઉલ્લેખ દસ્તાવેજમાં પણ હોવા છતાં ખેડૂત દ્વારા તેને બંધ કરી દેતા આજુબાજુના 50થી વધુ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે તેમનો ઉભો પાક બળી જવાની ભીતિ સેવાઈ રહી છે.

શહેરના નવા નાગના ગામમાં આવેલ વાડી વિસ્તારમાં ખેડુત દ્વારા પાણીના નિકાલમાં માટીનો પારો કરી નાખના ખેડૂત થયા હેરાન-પરેશાન આજુબાજુના ખેડૂતો દ્વારા અનેક રજૂઆત કરવા છતા તંત્ર દ્વારા નિકાલ ખૂલ્લો ન કરાવતા રોષ જામનગર શહેરની બાજુમાં આવેલ નવા નાગના ગામના ખેડૂત દ્વારા છેલ્લા પાંચ વર્ષથી વરસાદી પાણીનો નિકાલબંધ કરી દેવામાં આવતા ઉપરવાસમાંથી આવતું વરસાદી પાણી નિકાલના અભાવે આજુબાજુના ખેતરોમાં મહિનાઓ સુધી પાણી ભરાયેલ રહે છે. પરિણામે ઉભો પાક બળી જાય છે આજુબાજુના ખેડૂતો દ્વારા સરપંચ અને મામલતદારને અનેક રજુઆત કરવા છતાં કોઈ ડોકાતું ન હોવાના કારણે ખેડૂતોમાં રોષ ફાટી નિકળો છે.

અન્ય સમાચારો પણ છે...