રોષ:દ્વારકામાં  પ્રમાણપત્ર માટે ફોગટ ફેરાથી દિવ્યાંગોમાં દેકારો બોલ્યો

સૂરજકરાડી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી દવાખાનામાં કેમ્પની તારીખમાં ફેરફારથી સમસ્યા
  • ધરમનો ધકકો થતાં સમય અને નાણાંનો વેડફાટ થતાં ભારે રોષ

દ્વારકામાં સરકારી દવાખાનામાં કેમ્પની તારીખમાં ફેરફાર થતાં પ્રમાણપત્ર માટે દિવ્યાંગોને ફોગટ ફેરો થતાં ભારે દેકારો બોલી ગયો હતો. ધરમનો ધકકો થતાં સમય અને નાણાંનો વેડફાટ થતાં દિવ્યાંગોમાં રોષની લાગણી ફેલાઇ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ગામે સરકારી દવાખાનામાં તા.21 નવેમ્બરના દિવ્યાંગોના સર્ટિફિકેટ માટે કેમ્પનું આયોજન છેં તેવા મેસેજથી અનેક દિવ્યાંગો દ્વારકા સરકારી દવાખાને પહોંચી ગયા હતાં. ઓખા, દ્વારકા, મીઠાપુર, સૂરજકરડી તેમજ ગામડામાંથી પણ અનેક દિવ્યાંગો આવ્યા હતાં.

પરંતુ સરકારી દવાખાનામાં તો આ કેમ્પ અંગે પ્રથમ તો કોઈ કંઇ જાણતું ન હોવાનું જણાવ્યું હતું. બાદમાં હવે કેમ્પ તા.26 ના યોજાશે અને નગરપાલિકાની ભૂલ હોવાનું જણાવ્યું હતું. આથી દિવ્યાંગોના સમય અને નાણાં બંનેનો વેડફાટ થયો હતો. કેમ્પની તારીખ બદલાતા દિવ્યાંગો હેરાન થયા હતાં.

અન્ય સમાચારો પણ છે...