રાજ્યભરમાં સમસ્યા:પોર્ટલમાં ક્ષતિ, છાત્રો શિષ્યવૃતિથી વંચિત; છાત્રો નામ ન આવતા શાળા ફરી દરખાસ્ત કરી શકતી નથી

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમયસર શિષ્યવૃતિ ન મળતા વિદ્યાર્થીઓના વાલીઓમાં ભારે રોષની લાગણી
  • જામનગર સહિત રાજ્યભરમાં સમસ્યા

ડીજીટલ ગુજરાત પોર્ટલમાં ક્ષતિના કારણે વિદ્યાર્થીઓના નામ ન આવતા અનેક છાત્રો શિષ્યવૃતિથી વંચિત રહેતા દેકારો બોલી ગયો છે. પોર્ટલમાં ટેકનીકલ ખામીના કારણે જામગનર સહિત રાજયભરમાં આ સમસ્યા પ્રર્વતી રહી છે. જેના કારણે શાળાઓ ફરી દરખાસ્ત મોકલી શકતી નથી.

જામનગર સહિત રાજયભરમાં ડીજીટલ ગુજરાત પોર્ટલમાં સરકારી શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓની શિષ્યવૃતિ માટે એન્ટ્રી કરવાની હોય છે પરંતુ પોર્ટલમાં છેલ્લાં ઘણાં દિવસોથી ઓબીસી, બક્ષીપંચ સહિતના વિધાર્થીઓની યાદી ડેવલોપીંગ કાસ્ટની સ્કીમમાં પ્રીમેટ્રીક પીએફએમએસ રીજેકટ-એસેપ્ટ ડીટેઇલમાં શાળાના લોગીનમાં દેખાડાતી નથી. જેથી આ જાતિઓ રીજેકટેડ વિધાર્થીઓની વિગતોમાં સુધારો કરીને શાળાઓ દ્વારા ફરી દરખાસ્ત મોકલી શકાતી નથી.

વિદ્યાર્થીઓ હજુ સુધી શિષ્યવૃતિથી વંચિત
​​​​​​​આ કારણોસર આ જાતિઓના વિદ્યાર્થીઓ હજુ સુધી શિષ્યવૃતિથી વંચિત છે. નવાઈની વાત તો એ છે કે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિધાર્થીઓની સૂચના મુજબની યાદીઓ ડીજીટલ ગુજરાત પોર્ટલ પર મૂકવામાં આવી છે. પરંતુ ઉપરોક્ત વિકસતી જાતિઓની યાદી પોર્ટલ પર મૂકવામાં આવી ન હોવાની ફરિયાદો પણ ઉઠી છે.

રાજયભરમાં પ્રશ્ન છે, બે-ત્રણ મહિનામાં ઉકેલાશે
ડીજીટલ ગુજરાત પોર્ટલમાં ક્ષતિના કારણે રીજેકટર વિધાર્થીઓના નામની યાદી આવતી નથી. ઉપરાંત આધાકાર્ડ નંબર, આઇએફએસસી કોડ સહિતના સુધારામાં પણ સમસ્યા થાય છે. જામનગર નહીં સમગ્ર રાજયભરમાં ડિઝીટલ ગુજરાત પોર્ટલમાં આ પ્રશ્ન છે. આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. એનઆઇસી હેઠળ પોર્ટલનું કામ હોય બે-ત્રણ મહિનામાં આ સમસ્યા ઉકેલાશે. - અશ્વિનભાઇ પરમાર , જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિ, જામનગર.

અન્ય સમાચારો પણ છે...