તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગર મનપામાં ભાજપ જીતની ફીફટી મારવામા સફળ રહી છે પણ ભાજપનો એક પણ મુસ્લિમ ઉમેદવાર ચૂંટણી જીતી શક્યો નથી. જામનગર મનપામાં ભાજેપ વોર્ડ નંબર1માં 3 અને વોર્ડ નંબર12માં 2 મળી કુલ 5 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી.જે તમામની હાર થઈ છે.
વોર્ડ નંબર 1માં ભાજપના મુસ્લિમ ઉમેદવાર હુસેનાબેન સંઘાર, ઉમર ચમડીયા અને ફિરોઝ પતાણીની હાર થઈ છે. તો વોર્ડ નંબર 12માં રઉફ ગઢકાઈ અને એજાઝ હાલાની પણ હાર થઈ છે. જામનગર શહેરમા આ ચૂંટણીમાં ભાજપે કુલ 5 મુસ્લિમ ઉમેદવારોને મેદાને ઉતાર્યા હતા. જેમાં વોર્ડ નંબર 1માં ત્રણ ઉમેદવારો હતો. જે તમામની હાર થઈ છે. ઉમર ચમડિયા અને હુસેનાબેન સંઘાર 2017 વિધાનસભા ચૂંટણી સમયે કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. ભાજપે આ બંને ઉમેદવારોને ટિકિટ આપી હતી જો કે, આ બંને ફરી જીતવામા નિષ્ફળ રહ્યા છે.
જામનગર વોર્ડ નંબર 13માં ભાજપની પેનલ તૂટી
જામનગર મહાનગરપાલિકાના વોર્ડનંબર 13માં ભાજપની પેનલ તૂટી છે. ચારમાંથી ત્રણ બેઠક પર ભાજપના તો એક બેઠક પર કૉંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. વોર્ડ નંબર 13માં વિજેતા થયેલા ઉમેદવારની વાત કરીએ તો, ભાજપના પ્રવીણાબેન રૂપડીયા, બબીતાબેન લાલવાણી અને કેતન નાખવાની જીત થઈ છે. જ્યારે એક બેઠક કૉંગ્રેસના ફાળે ગઈ છે. કૉંગ્રેસના ધવલ સુરેશભાઈ નંદાની જીત થઈ છે તો ભાજપના મોહિત મંગીની હાર થઈ છે.પ્રવીણાબેન રૂપડીયાને 6127, બબીતાબેન લાલવાણીને 5455, કેતન નાખવાને 8813 અને ધવલ સુરેશ નંદાને 7036 મત મળ્યા છે.
વોર્ડ નંબર 5માં કરશન કરમુરની હાર
ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના નવા માપદંડોથી નારાજ થઈ કમળનો સાથ છોડી 'આપ'નુ ઝાડુ પકડનાર પૂર્વ ડેપ્યુટી મેયર કરશન કરમુરની હાર થઈ છે. વોર્ડ નંબર 5માં મતગણતરીની શરૂઆત થતા કરશન કરમુરે લીડ મેળવી હતી. જો કે મતગણતરીના અંત સુધી લીડ જાળવવામા તેઓ નિષ્ફળ રહ્યા હતા. વોર્ડ નંબર 5માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપના બીનાબેન કોઠારી, સરોજબેન વિરાણી, કિશનભાઈ માડમ અને આશિષ જોશીની જીત થઈ છે. બીનાબેન કોઠારીને 7045 મત મળ્યા, સરોજબેન વિરાણીને 6664, કિશન માડમને 7093 અને આશિષ જોશીને 7521 મત મળ્યા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.