સુવિધા:વાંસજાળીયા તથા પરડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બે અદ્યતન એમ્બ્યુલન્સનું લોકાર્પણ

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એમ્બ્યુલન્સની આ સુવિધા થકી વિસ્તારના 10 ગામો તથા 15 જેટલાં નેસની આરોગ્ય સુવિધામાં વધારો થશે

જામજોધપુર તાલુકાના વાંસજાળીયા તથા પરડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાંસદ સભ્ય જામનગરની વર્ષ 2019-20ની ગ્રાન્ટ તેમજ પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન જામનગરની કોવિડ-19ની ગ્રાન્ટમાંથી બે નવીન અદ્યતન એમ્બ્યુલન્સનું સાંસદ પૂનમબેન માડમ દ્રારા લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.

આ નવીન એમ્બ્યુલન્સના લોકાર્પણથી વાંસજાળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના વાંસજાળીયા, સતાપર, ઉદેપુર, તરસાઇ, જામ સખપુર તેમજ પરડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના પરડવા, પાટણ, અમરાપર, વરવાળા, મહીકી તથા આજુબાજુના 15થી વધુ નેશ વિસ્તારોની આરોગ્યલક્ષી સુવિધાઓમાં ઉમેરો થશે. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, તાલુકા પંચાયત પ્રમુખ હંસાબેન સાકરીયા, જામનગર જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન જગદીશભાઈ સાંગાણી, પૂર્વ મહામંત્રી કેતનભાઈ કડિવાર, તાલુકા પંચાયતના ઉપ-પ્રમુખ દેવાભાઇ પરમાર, વાસ્મોના ડિરેક્ટર અમુભાઈ વૈશ્નાણી, તાલુકા વિકાસ અધિકારી વાઘેલા, આરોગ્ય અધિકારી ભારતીબેન ધોળકિયા, જિલ્લા મહામંત્રી દિલીપભાઇ ભોજાણી, જયસુખભાઇ વડાલીયા, જે.ટી. ડોડીયા, જેઠાભાઇ મોરી, ખુશાલભાઇ, નરેન્દ્રભાઈ કડીવાર, જેસુખભાઇ વડાલીયા, ગોવીંદભાઇ બડીયાવદરા, ભુપતભાઇ વાઘેલા, જગદીશભાઇ સોગાત સહિતના મહાનુભાવો તથા વિસ્તારના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...