તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહતનો શ્વાસ:જામખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં 9 હજાર લીટર ઓક્સિજન ટેન્કનું લોકાર્પણ, વિતરણ વ્યવસ્થા સુદૃઢ થશે

ખંભાળિયા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 50 લાખના ખર્ચે 7 દિવસમાં ટેન્ક ઉભી થઈ, ઓક્સિજનના વધારાથી 50 બેડ વધી જશે

દ્વારકા જિલ્લામાં કોરોના વાયરસના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક કેન્દ્રમાં જરૂરી ટેસ્ટ કરાવા સાંસદ પૂનમબેન માડમે અપીલ કરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલ જનરલ હોસ્પિટલ ખાતે સાંસદના હસ્તે 9 હજાર ઓક્સિજન ટેન્કનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. ઓક્સિજન ટેન્કનો વધારો થતાં 50 બેડ ઓક્સિજન વધી જશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે હાલ ઓક્સિજન બેડની સારવાર માટે દર્દીઓને ખાટલાં મળવા ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે. ત્યારે ખંભાળીયા જનરલ હોસ્પિટલના છેલ્લા ઘણા દિવસોથી ઓક્સિજન અને વેન્ટિલેટર બેડ ફૂલ હોય ત્યારે હાલ ખંભાળીયા જનરલ હોસ્પિટલમાં 110 દર્દીઓ સારવાર હેઠળ છે. દિન પ્રતિદિન વધતા જતા કેસો અને ઓક્સિજનના બેડની તાતી જરૂરિયાતને ધ્યાનમાં રાખી કુરંગા પાસે આવેલ આર.એસ.પી.એલ. કંપની દ્વારા 50 લાખના ખર્ચે 9 હજાર લીટર ટેન્ક જનરલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક ધોરણે કામ હાથ ધરીને 7 જ દિવસમાં ઉભી કરાઈ હતી.

ત્યારે સોમવારે સાંસદ દ્વારા જિલ્લા કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીના, પ્રાંત અધિકારી દિનેશ ગુરવ, આરોગ્ય અધિકારી સુતારીયા, હોસ્પિટલ સુપ્રીટેન્ડર ડો. મટાણી અને આર.એસ.પી.એલ. કંપનીના અધિકારી સહિત જનરલ હોસ્પિટલના ડોક્ટરોની ઉપસ્થિતિમાં રીબીન કાપી લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. આ ઓક્સિજનના ટેન્કનો વધારો થતા 50 બેડ ઓક્સિજન વધી જશે. હાલ ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં 110 લોકો ઓક્સિજન હેઠળ સારવારમાં છે. અત્યારે સરેરાશ 5થી 7 હજાર લિટરનો ઓક્સિજન પ્રતિદિન વપરાશ છે અને કોવિડ સેન્ટરમાં 16 ડોક્ટરનો સ્ટાફ દ્વારા સારવાર કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો