આરોગ્ય:શિયાળા દરમિયાન લોહીમાં હેપ્પી હોર્મોસનું પ્રમાણ ઘટવાથી સુસ્તી, અરૂચિ લાગે છે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રિદ્ધિ ભટ્ટ, ન્યુટ્રિશનિસ્ટ, જામનગર. - Divya Bhaskar
રિદ્ધિ ભટ્ટ, ન્યુટ્રિશનિસ્ટ, જામનગર.
  • ઋતુ બદલાતા નાગરિકોમાં સીઝન અફેટીવ ડિસઓર્ડરની સમસ્યા વધી જાય છે

જામનગરમાં શિયાળો જામી રહ્યો છે ત્યારે ઋતુ બદલાતા લોકોમાં સીઝનલ એફેટીવ ડીસઓડરની સમસ્યા વધુ જોવા મળી રહી છે. આ સમસ્યા મુખ્યત્વે શરીરમાં વિટામિન ડીની ઉણપના કારણે સર્જાઈ છે.અથવા તો શિયાળા દરમ્યાન લોહીમાં હેપ્પી હોર્મોસનું પ્રમાણ ઘટવાથી પણ થાય છે. જેને કારણે સુસ્તી, ડિપ્રેશનના લક્ષણો, અરુચિ સહિતના લક્ષણોનો લોકો અનુભવ કરે છે. તેમ જામનગરના ન્યુટ્રિશનિસ્ટ રિદ્ધિ ભટ્ટએ જણાવ્યું હતું.

સામાન્ય રીતે શિયાળા દરમિયાન શરીરની અંદર ચાલતી જૈવિક પ્રક્રિયાઓ (સરકેડીયન રિધમ)માં ફેરફાર આવે છે જેને કારણે શરીરના હોર્મોન્સમાં ફેરફાર થાય . આ ફેરફાર માં લોહીમાં હેપી હાર્મોન્સ નું પ્રમાણ ઘટે છે જેના કારણે લોકોને શિયાળામાં સુસ્તી, ડિપ્રેશનના લક્ષણો, નબળાઈ, અરુચિ જેવી સમસ્યાઓ થાય છે.

બીજું કારણ એ પણ છે કે જે શિયાળામાં સૂર્યનારાયણની પાંખી હાજરી હોય છે.જેથી લોકોમાં વિટામીન ડી ઉણપ સર્જાય છે અને જે લોકોના શરીરમાં વિટામિન ડી ની ઉણપ હોય છે તેઓ આસમસ્યાનો વધુ ઝડપથી શિકાર બને છે.જેથી શિયાળા દરમિયાન સૂર્યનો કૂણો તડકો લેવો અને કસરત કરવી ખૂબ જરૂરી છે.

ખજૂર, ડ્રાયફ્રુટ સહિતની ચીજવસ્તુની ડાયટમાં ઉમેરવી
સામાન્ય રીતે ઋતુ ફરતા શરીરમાં અનેક પ્રકારના ફેરફાર થાય છે ત્યારે આ ઋતુમાં સ્વાસ્થ્યની જાળવણી કરવા માટે એક ચોક્કસ ડાયટ હોવું જોઈએ છે.આ સમસ્યાથી દૂર રહેવા ડાયટમાં લીલા શાકભાજી, સીઝનલ ફ્રૂટ, ખજૂર, ડ્રાયફ્રુટ, ડેરી આઈટમ જેવી કે દૂધ, દહીં, પનીર, ચીઝ સહિતની ચીજવસ્તુઓ લેવી જોઈએ આ ઉપરાંત શિયાળામાં લોકોને પાણીની તરસ ઓછી લાગતી હોય છે. પરંતુ શરીરને જેટલી પાણીની જરૂર પડે છે તેટલી જ જરૂર પડતી જ હોય છે એટલે પાણી પણ દિવસ દરમિયાન સમયાંતરે પીવું જોઈએ. આ ઉપરાંત શિયાળામાં સવારનો કૂણો તડકો લેવો જોઈએ જેથી વિટામિન ડીની યોગ્ય માત્રા શરીરમાં જળવાય રહે છે. > રિદ્ધિ ભટ્ટ, ન્યુટ્રિશનિસ્ટ, જામનગર.

અન્ય સમાચારો પણ છે...