કોરોના અપડેટ:જામનગર જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો, આજે કોરોના પોઝિટિવના નવા 83 કેસ આવ્યા

જામનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં આજે કોરોનાની સારવાર દરમિયાન 10 દર્દીના મોત
  • 24 કલાકમાં 149 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં

જામનગર જિલ્લામાં એક સમયે દરરોજ 700 આસપાસ કોરોનાના કેસ નોંધાતા હતા. પરંતુ, છેલ્લા કેટલાક દિવસથી કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને હાલ 100 ની અંદર કેસ નોંધાઈ રહ્યા છે. જામનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 83 નવા કેસ નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

તેમજ કોરોનાની સારવાર દરમિયાન છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 10 દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા. આજે 149 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે. જામનગર જિલ્લામાં આજે 83 કેસ નોંધાયા છે. જેમાં 53 કેસ શહેરી વિસ્તારમાં તો 30 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. કોરોનાના કહેર વચ્ચે રાહતની વાત એ છે કે, છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં 149 દર્દી કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 3 લાખ 81 હજાર 738 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 2 લાખ 82 હજાર 287 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

કોરોના મૃતકોના આત્માની શાંતિ અર્થે કાલે યજ્ઞ
કોરોનાની બીજી લહેરમાં અનેક પરિવારોના ઘરના મોભી અને કાંધોતર છિનવાઇ ગયા છે. આ પરિસ્થિતિમાં સરકારની ગાઇડ લાઇન મુજબ મૃતદેહોને હોસ્પિટલથી સીધા જ સ્મશાનમાં અગ્નિદાહ અપાયા હતાં. જામનગર શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ દ્વારા આ મૃતકોના સગા સંબંધી દ્વારા તેઓની ક્રિયા હિન્દુ ધર્મની સંસ્કૃતિ મુજબ અંતિમ વિધિ પૂર્ણ કરી શકયા નથી તે તમામ આત્માઓની શાંતિ માટે વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ દ્વારા તા.30 મે ના સવારે 7 થી બપોરે 12 સુધી સંસ્કૃત પાઠશાળા કે.વી.રોડ ખાતે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...