કોરોના સંક્રમણ:કોરોનાના કહેરમાં ઘટાડો યથાવત, શહેરમાં 2 કેસ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 24 કલાકમાં જિલ્લામાં એકપણ કેસ નહીં
  • 917 લોકોના પરીક્ષણ, 3 કોરોનામુકત

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર સતત ઘટી રહ્યો છે. આથી નહિવત સંખ્યામાં કેસ નોંધાઇ રહયા છે. જામનગર શહેરમાં રવિવારે બે પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. જામનગર મહાનગરપાલિકા દ્વારા રવિવારે 322 લોકોના કોરોનાલક્ષી પરીક્ષણ કરવામાં આવ્યા હતાં.

જેમાંથી બે પોઝિટિવ કેસ મળ્યા હતા. જ્યારે 3 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. હાલ 8 દર્દીઓ હોમ આઇશોલેશનમાં છે અને એક દર્દી હોસ્પિટલમાં દાખલ છે. જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે 595 લોકોના કોરોનાલક્ષી પરીક્ષણ કરવામાં આવ્યા હતા.

જેમાથી એક પણ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો ન હતો. હાલની સ્થિતિએ 2 દર્દી હોમ આઇસોલેશનમાં છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના કોઈ દર્દી હોસ્પિટલમાં દાખલ નથી. છેલ્લાં થોડા દિવસોથી જામનગર શહેર અને જિલ્લામાં કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાતા તંત્રની સાથે લોકોએ પણ રાહતનો દમ લીધો છે. શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કેસમાં વધુ ઘટાડાે નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...