કરૂણાંતિકા:સગર્ભાને પેટમાં લાત મારતાં ગર્ભમાં રહેલા બાળકનું મૃત્યુ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મફતમાં બિસ્કીટ લઇ જતાં તેની ઉધરાણી કરવા જતાં બનેલો બનાવ

જામનગરના કાલાવડ નાકા બહાર રહેતી એક ગર્ભવતી મહિલાને તે જ વિસ્તારમાં રહેતા એક શખ્સે પેટમાં લાત મારતાં મહિલા ને ગર્ભપાત થઈ ગયો હતો અને પેટમાં રહેલું સંતાન મૃત્યુ પામ્યું હતું. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. હુમલો કરનાર શખ્સ દુકાનેથી મફત બિસ્કીટ લઈ જતાં તેના પૈસાની ઉ ઘરાણી કરવા જતી વખતે આ હુમલો કરાયા નું પોલીસમાં જાહેર થયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

કાલાવડ નાકા બહાર રહેતી અને મૂળ બેંગ્લોરની વતની અફસાનાબેન રોશન કુમાર યાદવ નામની 20 વર્ષની સગર્ભા યુવતી કે જે પોતાની બહેન સીરીનબેન ની અનાજ કરિયાણાની દુકાને બેઠી હતી, જે દરમિયાન બુરહાની પાર્ક વિસ્તારમાં રહેતો ભૂરો કસાઈ નામનો આરોપી પૈસા આપ્યા વિના બિસ્કીટ નું પેકેટ ગયો હતો. જેના પૈસાની ઉઘરાણી કરવા માટે અફસાના બેન તેની બહેન સીરીન બેન તથા હુસેનભાઇ વગેરે ભુરો કસાઈના ઘેર ગયા હતા.

જ્યાં ભૂરા કસાઈએ પૈસા આપવાના બદલે તકરાર કરી હતી અને અફસાનાબેન કે જેઓ ગર્ભવતી હતાં તેના પેટમાં લાત મારી દેતાં તેમજ હુસેનભાઇ પર હુમલો કરી દેતાં ભારે અફડાતફડી સર્જાઇ હતી. અને તેણીના ગર્ભમાં રહેલું આશરે ત્રણેક મહિનાનું બાળક મૃત્યુ પામ્યું હતું, અને ગર્ભપાત થઈ ગયો હતો. જે બનાવ અંગે અફસાનાબેને પોલીસમાં ભૂરા કસાઈ સામે ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ એન. વી. હરિયાણીએ આરોપી ભૂરા કસાઈ સામે ગુનો નોંધી ભાગી છુટેલા આરોપીની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...