તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ચક્કર આવતા ચાલુ બાઇકે પટકાયેલા વૃદ્ધનું મૃત્યુ

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • સેટેલાઇટ સોસાયટીમાં રહેતા ચાલકને ખોજાનાકા પાસે નડયો અકસ્માત

જામનગરના મોરકંડા રોડ પર સેટેલાઇટ સોસાયટી વિસ્તારમાં રહેતા વૃધ્ધ બાઇક ચલાવી ખોજા નાકા વિસ્તારમાંથી પસાર થઇ રહયા હતા ત્યારે ચાલુ વાહને ચકકર આવતા પટકાઇ પડતા તેને બેભાન હાલતમાં હોસ્પીટલમાં લઇ જવાતા મૃત ઘોષિત કરાયા હતા. પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગરમાં મોરકંડા રોડ પર સેટેલાઇટ સોસાયટી વિસ્તારમાં રહેતા મામદ દોસમામદ બ્લોચ(ઉ.વ.65) નામના વૃધ્ધ ગત તા.4ના રોજ મોડી સાંજે પોતાનુ બાઇક લઇ ખોજાનાકા વિસ્તારમાં સોડા શોપ પાસેના રોડ પરથી પસાર થઇ રહયા હતા

જે વેળાએ ચાલુ બાઇકે એકાએક ચકકર આવતા પટકાઇ પડયા હતા અને તેઓને બેભાન હાલતમાં તુરંત જ જી.જી.હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા.જયાં ફરજ પરના તબીબે તેઓને તપાસી મૃત ઘોષિત કર્યા હતા. આ બનાવની અલ્તાફભાઇ મહમદભાઇ બ્લોચએ જાણ કરતા સીટી એ પોલીસની ટીમ દોડી ગઇ હતી અને મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો