તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ખરેડીમાં જાંબુ તોડવા ગયેલી તરૂણીનું વીજશોક લાગતા મોત

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાલાવડમાં દવા પી યુવકે આયખું ટૂંકાવ્યું

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં આપઘાત-અપમૃત્યુના 2 બનાવો નોંધાયા છે. જેમાં કાલાવડમાં જંતુનાશક દવા પી યુવાને જીવતરનો અંત આણ્યો છે. જયારે કાલાવડના ખરેડી ગામે જાંબુ તોડવા વૃક્ષ પર ચડેલી તરૂણીને અકસ્માતે વીજ શોક લાગતા તેણીનું મૃત્યુ નિપજ્યું છે.

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા મથકે કુંભનાથપરા વિસ્તારમાં ભુપતભાઇ બચુભાઇ વાઘેલા (ઉ.વ.37) નામના યુવાને ગત તા.14મીના રોજ સાંજે 5 વાગ્યે કોઇ પણ કારણસર પોતાના ઘરે પાકમાં છાંટવાની જંતુનાશક દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમ્યાન હોસ્પિટલ ખસેડાયેલા આ યુવાનનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે કાલાવડ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જયારે કાલાવડ તાલુકાના ખરેડી ગામના મથુરભાઇ બાબુભાઇ ભાલારાની વાડીએ જાંબુના ઝાડ પર લોખંડનો સળીયો લઇ જાંબુ તોડવા ચડેલી કેશાનબેન ઇશલીયાભાઇ બાંમણીયા નામની તરૂણીના હાથનો લોખંડનો સળીયો ઇલેકટ્રીક તારના વાયરને અડી જતા તેણીને વીજ શોક લાગ્યો હતો અને તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...