દુઃખદ:દવાવાળા ગ્લાસમાં પાણી પી જતા તરૂણીનુ મૃત્યુ

ખંભાળિયા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાણવડના રાણપર ગામની સીમનો બનાવ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના રાણપર સીમમાં રહેતી એક તરૂણીએ ચારેક સપ્તાહ પુર્વે દવાવાળા ગ્લાસમાં પાણી પી જતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે જામનગર ખાતે ખસેડાઇ હતી.જયાં સારવાર દરમિયાન તેનુ મૃત્યુ નિપજયાનો બનાવ બહાર આવ્યો છે. આ બનાવના પગલે મૃતકના પરીવારમાં ઘેરો શોક છવાયો છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર ભાણવડ તાલુકાના રાણપર ગામની સીમમાં રહેતા રાજુ દેવાભાઈ રાણાવાયાની બહેન રેખાબેન દેવાભાઈ રાણાવાયા(ઉ.વ. 16) નામની તરૂણીએ તેમની વાડીએ ગત તા. 9ના રોજ દવા વાળા ગ્લાસમાં પાણી પી જતા તેણીને ઉલ્ટી-ઉબકા થવા લાગતા તેમને સારવાર અર્થે 108 મારફતે લાલપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયાંથી તેણીને વધુ સારવાર માટે જામનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવની મૃતકના ભાઇ રાજુભાઇ દેવાભાઈ રાણવાયાએ જાણ કરતા ભાણવડ પોલીસની ટીમ દોડી ગઇ હતી. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પીએમ વિધિ સાથે મૃતકના પરીજનનુ નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.અા બનાવના પગલે મૃતકના પરીવારમાં ઘેરો શોક છવાયો છે. જ્યારે પંથકમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...