તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:કાલાવડમાં ભૂલથી ઝેરી દવા પી જતા યુવતીનું મોત

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સર્પદંશથી તરૂણનું પ્રાણપંખેરૂં ઉડી ગયું
  • અકસ્માત મોતનો ગુનો નોંધી પોલીસની તપાસ

કાલાવડમાં ભૂલથી ઝેરી દવા પી જતા યુવતીનું મોત નિપજયું છે. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. લાલપુરમાં સર્પદંશથી તરૂણનું પ્રાણપંખેરૂં ઉડી ગયું છે.

કાલાવડમાં ખાનગી દવાખાના પાછળ રહેતા પ્રકાશભાઇ માવજીભાઇ ચાવડાની 19 વર્ષની પુત્રી એકતાએ ગત તા.25 જૂનના પોતાના ઘેર ભૂલથી ઝેરી દવા પી લીધી હતી. આથી તેણીને સારવાર અર્થે પ્રથમ કાલાવડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાં સારવાર દરમ્યાન તેણીએ દમ તોડયો હતો. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અન્ય બનાવમાં લાલપુર તાલુકાના દેવગઢ વાડી વિસ્તારમાં રહેતો હીરાલાલ જામસીંગ બકોલ નામનો 17 વર્ષનો તરૂણ ગત તા.22 જૂનના વાડીમાં આવેલી ઓરડીમાં સૂતો હતો. આ દરમ્યાન સાપ કરડી જતાં તેને સારવાર માટે જામનગરની જી.જી.માં ખસેડાયો હતો. સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નિપજયું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...