તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:શહેરમાં પાણી ગરમ કરતા વીજશોકથી યુવતિનું મોત, જામનગરની સનમ સોસાયટીનો બનાવ

જામનગર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

જામનગરના કાલાવડ નાકા બહાર એસટી ડીવીઝન નજીક સનમ સોસાયટીમાં રહેતી એક યુવતિ ઘરે ડોલમાં પાણી ગરમ કરવા જતા ઇલેકટ્રીક હિટરમાંથી જોરદાર વિજઆંચકો લાગતા ઘટનાસ્થળે જ તેનુ મૃત્યુ નિપજયુ હતુ. જામનગરના કાલાવડ નાકા બહાર સનમ સોસાયટી શેરી નં.2માં રહેતા નગમાબેન ઇશાકભાઇ ખુરેશી (ઉ.વ.20) નામની યુવતિ ગત તા.14ના રોજ સવારે પોતાના ઘરે બાથરૂમમાં ડોલમાં ઇલેકટ્રીક હિટર મુકી પાણી ગરમ કરવા જઇ રહી હતી ત્યારે તેણીને વિજઆંચકો લાગતા ગંભીર રીતે દાઝી ગઇ હતી.

જેની જાણ 108 ટીમને કરાતા ટુકડી તાકિદે ઘટનાસ્થળે દોડી ગઇ હતી. શરીરના ભાગે ગંભીર રીતે દાઝી જવાથી તેનુ ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજયુ હોવાનુ સામે આવ્યુ હતુ જે બનાવની જાણ કરાતા સીટી એ પોલીસની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઇ હતી.પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો