અકસ્માત:ટ્રેકટરમાંથી લપસી જતાં ઘવાયેલ યુવાનનું મોત

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેક્ટર રીપેર કરતી વખતે બનેલો બનાવ

કાલાવડ તાલુકાના ટોડા ગામે ટ્રેકટર પરથી પડી ગયા બાદ ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું સારવાર દરમિયાન મૃત્યું નિપજ્યું છે. આ બનાવના પગલે ક્ષત્રિય પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના ટોડા ગામે વાડી વિસ્તારમાં ટ્રેકટરની સાથે કામ કરતી વેળાએ જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા (ઉ.વ.22) નામના યુવાનનો પગ અકસ્માતે લપસી જતાં તે ટ્રેકટરના પાછળના ભાગેથી નીચે પટકાયા હતાં.

નીચે પડતી વેળાએ ટ્રેકટર પાછળની રાપનો ભાગ ગુપ્ત ભાગે વાગી જતાં તેઓ ગંભીર રીતે ઘવાયા હતાં. દરમિયાન તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યું નિપજ્યું હતું. આ બનાવના પગલે ક્ષત્રિય પરિવાર સહિત નાના એવા ટોડા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.