સર્પદંશ:બોડકા ગામે કાળોતરાના દંશથી શ્રમિક મહિલાનું મોત

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જોડિયા તાલુકાના બોડકા ગામે ખેતમજુરી કામ કરતા શ્રમિક મંજુબેન દીલીપભાઈ ટીહીયા (ઉ.વ.26) નામની મહિલા ખેતરમાં કામ કરતા હતા ત્યારે તેના પગમા સાપએ ડંસ માર્યો હતો. દરમિયાન તેના કાકાના દીકરા કરણસિંહની ગાડી મા લઈ ઘરે જતા હતા ત્યારે રસ્તામા જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માતે મોત નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

કાલાવડના ભગેડી ગામે અનિલભાઇ ગિજુભાઇ મકવાણા (ઉ.વ.36 )નામના યુવાને કોઈ પણ કારણસર પોતાના હાથે ઘરે જ ઝેરી દવા પી લઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે પોલીસે વનરાજભાઇ ગિજુભાઇ મકવાણાનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...