કોરોના અપડેટ:જામનગરમાં લાંબા સમય બાદ કોરોના સંક્રમિત દર્દીનું મોત

જામનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જી.જી. હોસ્પિટલના બિછાને દમ તોડયો

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે વધતું જાય છે. ત્યારે રવિવારે ધ્રોલ પંથકના 75 વર્ષીય વૃદ્ધ મહિલા દર્દીનું જામનગરની જી.જી હોસ્પિટલ ના કોવિડ વોર્ડમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા લોકો અને આરોગ્ય તંત્રનીચિંતામાં વધારો થયો છે.

જામનગર શહેર અને જિલ્લાના છેલ્લા એક સપ્તાહથી કોરોનાનો કહેર વધ્યો છે અને દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. જી.જી.હોસ્પિટલના કોવિડ વોર્ડ ફરીથી શરૂ કરી દેવાયા છે. જેમાં એકાદ ડઝનથી વધુ કોરોના ગ્રસ્ત દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. જેમાં ધ્રોલના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા 75 વર્ષીય મહિલા દર્દી કે જેઓ ત્રણ દિવસ પહેલાં કોરોનાગ્રસ્ત થતાં સારવાર માટે જામનગરની જી.જી હોસ્પિટલ ના કોવિડ વોર્ડમાં દાખલ થયા હતાં. જયાં તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

રવિવારે બપોર પછી તેઓની એકાએક તબિયત લથડી હતી, અને સારવાર દરમ્યાન તેઓનું મૃત્યુ નીપજયું હતું. ઘણાં લાંબા સમય પછી કોરોના ના કારણે જી.જી. હોસ્પિટલના બિછાને દર્દીનું મૃત્યુ નિપજતાં ભયનો માહોલ ફેલાયો છે. જોકે આજે જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના કોરોનાના એક પણ કેસ નોંધાયા ન હતાં.

અન્ય સમાચારો પણ છે...