અકસ્માત:સમર્પણ પાસે રાત્ર અજ્ઞાત વાહન સાથે અથડાતા બાઈકચાલકનું મોત

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગંભીર ઈજાગ્રસ્ત ચાલકે સ્થળ પર દમ તોડ્યો

જામનગર-ખંભાળિયા ઘોરીમાર્ગ પર સમર્પણ સર્કલ નજીક અજાણ્યા વાહન અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા બાઇકચાલક યુવાનનુ ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજયુ હતુ. ખંભાળીયા ઘોરીમાર્ગ પર ગુરૂવારે રાત્રે અજાણ્યા વાહન અને બાઇક વચ્ચે ભિષણ ટકકર સર્જાઇ હતી જેમાં બાઇક ચાલક યુવાનને માથામાં ગંભીર ઇજા પહોચતા તેનુ મૃત્યુ નિપજયુ હતુ. જેની જાણ થતા 108 ટીમ તથા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.જે બાઇક ચાલક પાસેથી પોલીસને લાયન્સ અને આધાર કાર્ડ પણ મળી આવ્યુ હતુ જેમાં કલાણભાઇ રાણાભાઇ વાલાણી હોવાનુ સામે આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...