તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોગવડ:ગરમ દુધનું તપેલુ માથે પડતા બાળકનું મોત

જામનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સપ્તાહની સારવારમાં અઢી વર્ષના માસુમે દમ તોડયો
 • દુધ દેવા જતા માર્ગમાં પડી ગયેલા પ્રૌઢનુ સારવારમાં મૃત્યું

લાલપુર તાલુકાના જોગવડ અને સિંગચ પંથકમાં જુદા જુદા બનાવમાં બાળક અને પ્રૌઢના અપમૃત્યુ નિપજયા હતા જેમાં તાલુકાના મેધપર જોગવડમાં ગરમ દુધનુ તપેલુ માથે પડતા દાઝી જવાથી અઢી વર્ષના માસુમ બાળકનુ સારવારમાં મૃત્યુ નિપજયુ હતુ.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ લાલપુર તાલુકાના જોગવડ ગામે રહેતા અને વ્યાપાર સાથે સંકળાયેલા બ્રિજેશભાઇ ખરવાલના માસુમ પુત્ર વિરકુમાર(ઉ.30 માસ) પર ગત તા.26ના રોજ બપોરે ગરમ દુધનુ તપેલુ માથે શરીરે દાઝી જવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે જામનગરની જી.જી.હોસ્પીટલમાં ખસેડાયો હતો જયાં લગભગ સપ્તાહની સારવાર દરમિયાન તેનુ મૃત્યુ નિપજયુ હતુ.

ભોગગ્રસ્ત બાળકની માતાએ દુધ ગરમ કરવા માટે મુકયુ હતુ જે વેળા અકસ્માતે ગરમ દુધનુ તપેલુ માસુમ બાળકની માથે પડતા સારવાર દરમિયાન તેનુ મૃત્યુ નિપજયુ હોવાનુ જાહેર થયુ છે. જયારે અન્ય બનાવમાં લાલપુરના સીંગચ ગામે રહેતા ગાંગાભાઇ રાજાભાઇ પરમાર (ઉ.વ.55) નામના પ્રૌઢ ગત તા.28ના વહેલી સવારે પોતાના ઘરેથી દુધ દેવા માટે હોટલે જઇ રહયા હતા જે વેળા રસ્તામાં કોઇ કારણોસર પડી જતા સારવારમાં જી.જી. હોસ્પીટલમાં લઇ જવાતા સારવાર દરમિ્યાન તેનુ મૃત્યુ નિપજયુ હોવાનુ જાહેર થયુ છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો