તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મ્યુકરમાઈક્રોસીસનો કાળો કેર:મ્યુકરમાઈકોસિસની સારવાર લઈ રહેલા 5 કોવિડ દર્દીઓના મોત

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જી.જી.માં 2 ડઝનથી વધુ દર્દીઓ આ નવા રોગની સારવાર હેઠળ

જામનગરમાં કોરોનાની સામે મ્યુકરમાઈક્રોસીસે પણ કાળો કેર વર્તાવ્યો છે. મળતી માહિતી મુજબ આ રોગનો ભોગ બનેલા પાંચેક દર્દીઓના સારવારમાં મૃત્યુ નિપજ્યા હોવાનું જાણવા મળે છે, જો કે તેનું કારણ કોવિડ હોવાનું જણાવાઈ રહ્યું છે.

છેલ્લા લગભગ સવા વર્ષથી કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. અનેક દર્દીઓએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે, તો અસંખ્ય લોકો આ વાઈરસનો ભોગ બની રહ્યા છે. તેમાં હાલ કોઈ રાહત મળતી નથી ત્યાં જ બ્લેક ફંગલ (મ્યુકર માઈક્રોસિસ) એ દેખા દેતા તંત્ર પણ ચિંતામાં મૂકાયું છે.

આ રોગને અંકુશમાં લેવા જામનગરની સરકારી હોસ્પિટલમાં અલાયદા વોર્ડ અને ઓ.પી.ડી.ની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં હાલ બે ડઝનથી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે, પરંતુ આ અત્યંત જોખમી અને જીવલેણ ગણાતી બીમારીમાં પાંચેક દર્દીઓના મૃત્યુ નિપજ્યા હોવાનું જાણવા મળે છે, જો કે આ મ્યુકર માઈક્રોસિસના દર્દીઓ કોવિડના દર્દી પણ હતાં. એટલે કે કોવિડના કારણે મૃત્યુ થયાનું જાહેર કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મ્યુકરમાઈકોસિસના દર્દીઓ માટે હોસ્પિટલ ખાતે ખાસ અલાયદો વોર્ડ પણ કાર્યરત કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...