સુવિધા:મૂકબધિર મતદારોને સાઈન લેંગ્વેજ નિષ્ણાંતોની મદદ અપાશે

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવ્યાંગ મતદારોને માટે વિવિધ સુવિધા

જામનગર શહેર-જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીમાં શ્રવણ, વાણીથી વિકલાંગ મતદારોને મતદાનમાં સાઈન લેંગ્વેજ નિષ્ણાંતોની મદદ અપાશે.કંટ્રોલરૂમથી વિડીયો કોલ કરી દિવ્યાંગ મતદારોની સમસ્યાનું નિરાકરણ લાવશે. આ માટે સાઇન લેગ્વેજના જાણકારને સહાયક તરીકે નિયુકત કરવામાં આવ્યા છે. દિવ્યાંગ મતદારો માટે વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે ભારતના ચૂંટણી પંચ દ્વારા સૂચના આપવામાં આવી છે.

જે અન્વયે શ્રવણ ક્ષતિ કે વાણી અંગેની વિકલાંગતા ધરાવતા મતદારોને મતદાનના દિવસે કોમ્યુનિકેશન કરવામાં કોઈ મુશ્કેલી ન થાય તેથી સાઈન લેંગ્વેજના જાણકારની સહાય મળી રહે તે હેતુથી જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમમાં સાઈન લેંગ્વેજના જાણકારને સહાયક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

જેમાં દિપશિખા બદિયાણી, આઇ.ડી.એસ.એસ., બી.આર.સી. ભવન જામનગર અને પંકજસિંહ ગોહિલ, આઈ.ડી.એસ.એસ.સી., બી.આર.સી. ભવન-ધ્રોલનો સમાવેશ થાય છે. આ કર્મચારીઓ જિલ્લા કંટ્રોલરૂમ, ગ્રાઉન્ડ ફ્લોર, જિલ્લા સેવા સદન, શરૂ સેક્શન રોડ, જામનગર ખાતે તા. 1 ડીસેમ્બરના સવારે 6 કલાકથી મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી ફરજ બજાવશે. મતદાનના દિવસે શ્રવણ ક્ષતી કે વાણી અંગેની વિકલાંગતા ધરાવતા મતદારોને કોમ્યુનિકેશન કરવામાં કોઈ મુશ્કેલી જણાય ત્યારે કંટ્રોલરૂમ ખાતેથી વિડીયો કોલ કરી તે મતદારની સમસ્યાનું નિવારણ કરવા જરૂરી કાર્યવાહી કરશે.

અન્ય સમાચારો પણ છે...