સરકાર હજુ ગંભીર નથી:લમ્પીગ્રસ્ત ગાયોના મૃતદેહો હવે રસ્તામાં રઝળવા માંડ્યા 200 મીટરમાં જ 3-3 ગૌવંશ ટપોટપ મોતના શરણે થયા

જામનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સત્યનારાયણ મંદિર રોડ પર ગૌવંશના મૃતદેહો કલાકો સુધી રઝળ્યા હતાં

જામનગર શહેર સહિત સમગ્ર હાલારના પશુધનમાં લમ્પીના રોગચાળાએ કાળો કેર વર્તાવ્યાે છે, ગૌવંશ ટપોટપ મરી રહ્યા છે એ જોઇને જીવદયા પ્રેમીઓમાં ભારે અરેરાટીની લાગણી જન્મી છે. બુધવારે જામનગર શહેરમાં સત્યનારાયણ મંદિર રોડ પર માત્ર 200 મીટરના વિસ્તારમાં જ લમ્પીગ્રસ્ત ત્રણ-ત્રણ ગાયોના મૃતદેહો નજરે ચડ્યા હતાં.

ગૌવંશમાં બેકાબુ બનેલા આ રોગચાળાને રાજય સરકાર હળવાશથી લઇ રહી હોય એવું ચિત્ર ઉપસ્યંુ છે. જામનગર મહાનગરપાલિકા પણ આ મામલે માત્ર કાગળ પર જ પોતાની કાર્યવાહી બતાવીને સંતોષ માની રહી છે.

અન્ય સમાચારો પણ છે...