લોકો ત્રાહીમામ:જામનગર શહેરના ડે. મેયરના વોર્ડમાં વરસાદી પાણીનો ગંદકીરૂપે હજુ ભરાવો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પદાધિકારીઓ ચક્કર મારીને ચાલ્યા જતા હોવાની ફરિયાદ

જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં વરસાદના પાણીનો ભરાવો હજુપણ હોય, ગંદકીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. તંત્રને અનેક ફરિયાદો કરવા છતાં કોઇ નિકાલ ન આવતા લોકો કંટાળી ગયા છે.

જામનગરના વોર્ડ નં. 11 એટલે કે ગુલાબનગર, નારાયણનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણીનો ભરાવો થયો છે, જેનો કોઇ જ નિકાલ મહાપાલિકા દ્વારા કરવામાં આવતો નથી. આ પાણીથી ગંદકી અને કાદવકીચડના કારણે મચ્છરનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે. જેના કારણે ડેગ્યુના કેસ પણ આ વિસ્તારમાં વધ્યા છે. લોકો દ્વારા અનેકવાર ફરિયાદો કરવા છતાં નિકાલ આવ્યો નથી, પદાિધકારીઓ ફકત ચક્કર મારીને ચાલ્યા જાય છે.

અન્ય સમાચારો પણ છે...