કાલાવડ પંથકમાં જુદા જુદા બનાવમાં મહિલા અને યુવતિએ આત્મઘાતી પગલા ભર્યાના બનાવ બહાર આવ્યા છે.સતીયા ગામે રહેતી યુવતિએ ઘરે ઝેરી દવા પી લેતા સારવારમાં મૃત્યુ નિપજયુ હતુ.મૃતક યુવતિને તેના માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા લાગી આવતા આ પગલુ ભરી લીધુ હોવાનુ જાહેર થયુ છે.
પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર કાલાવડ તાલુકાના સતીયા ગામે રહતા સંગીતાબેન ભૂપતભાઇ સબાડ(ઉ.વ.20) નામની યુવતિએ ગત તા.13ના રાત્રે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાઇ હતી.જયાં સારવાર દરમિયાન તેનુ મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવની કાલાવડ ગ્રામ્ય પોલીસને જાણ કરાતા પોલીસ ટીમ દોડી ગઇ હતી.મૃતકને માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા લાગી આવતા આ પગલુ ભરી લીઘુ હોવાનુ પોલીસમાં જાહેર થયુ છે.આ બનાવની વધુ તપાસ હેડ કોન્સ. આર.કે.ઝાલાએ હાથ ધરી છે.
કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામે રહેતા અનસોયાબેન ઉર્ફે સોનલબેન ભાણજીભાઇ રાખસીયા(ઉ.વ.29) નામની પરિણીતાએ પોતાના ઘરે વહેલી સવારે પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઇ લીઘો હતો.જેને સારવાર અર્થે ખસેડવાની તજવિજ હાથ ધરાઇ હતી.જોકે,તેણીનુ મૃત્યુ નિપજયુ હતુ.
આ બનાવની બાબુભાઇ ગોવિંદભાઇ મકવાણાએ જાણ કરતા કાલાવડ ગ્રામ્ય પોલીસની ટીમ દોડી ગઇ હતી.પોલીસે મૃતકના પરીજનનુ નિવેદન નોંધ્યુ હતુ.મૃતક લાંબા સમયથી બિમાર રહેતા હોય અને બિમારીથી કંટાળી જઇ આ પગલુ ભરી લીધુ હોવાનુ પોલીસમાં જાહેર થયુ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.