કાર્યક્રમ:દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂ જામનગર આવશે

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 14 અને 15 જાન્યુઆરીના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે
  • ઉર્ષ મુબારક પ્રસંગે દાઉદી વ્હોરા સમાજના લોકો ઉમટી પડશે

દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂ ડો.સૈયદના સાહેબ તા.14 અને 15 જાન્યુઆરીના જામનગર આવશે. બે દિવસ દરમ્યાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ધર્મગુરૂના આગમનના પગલે જામનગરના બદરી મજારમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂ ડો. સૈયદના આલીકદર મુફદલ સૈફુદ્દીના સાહેબ (ત.ઉ.સ.) આગામી તા.14 ના સૈયદ મોહતાબાલા ઈસ્માઈલ બદરૂદ્દીન સાહેબના (રી.અ.) ના ઉર્ષ મુબારક પ્રસંગે જામનગર આવી રહ્યા છે. શનિવારે મજલીસમાં પધારશે અને તા. 15 ના રવિવારે મસ્જિદમાં વાએઝ ફરમાવશે.

આ ઉર્ષ મુબારકમાં દાઉદી વ્હોરા સમાજના લોકો બહોળી સંખ્યામાં જામનગર આવશે. આ માટે જામનગરના બદરી મજારમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ડો. સૈયદના સાહેબ જામનગર આવી રહ્યા હોવાથી દાઉદ્દી વ્હોરા સમાજમાં ખુશીનો માહોલ છવાયો છે. તેઓ શહેરના પેલેસ ગ્રાઉન્ડ આયોજીત પ્રદર્શનમાં પણ હાજરી આપશે. તા. 17ના મંગળવારે તેઓ અમદાવાદમાં સૈયદના કુતબુદ્દીન શહીદ (રી.અ.)ના ઉર્ષ મુબારકમાં પધારશે.

અન્ય સમાચારો પણ છે...