મેઘમહેર:ખંભાળિયામાં આભ ફાટયું, 8 કલાકમાં 18 ઇંચ

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયા - Divya Bhaskar
ખંભાળિયા
  • આનંદો કલ્યાણપુર 5, લાલપુર 2.5, કાલાવડ, જામજોધપુર 2, ભાણવડમાં 1.5, જોડિયામાં 1, જામનગરમાં અડધો, દ્વારકામાં પોણાે ઇંચ
  • સતત બીજા દિવસે મેઘરાજાએ હેત વરસાવતા ખેડૂતોના હૈયા પુલકીત: નદી, તળાવ, ચેકડેમમાં નવાનીરની આવક: ધીંગી મેઘસવારીથી ખેતરોમાં પાણી ભરાયા

હાલારમાં સતત બીજા દિવસે મેઘરાજાએ હેત વરસાવતા કાચા સોના રૂપી વરસાદથી ખેડૂતોના હૈયા પુલકીત થયા છે. રવિવારે ખંભાળિયામાં 8 કલાકમાં 18 ઇંચ વરસાદથી ચોમેર પાણી પાણી થઇ ગયું હતું. કલ્યાણપુરમાં 5,  લાલપુરમાં 2.5, કાલાવડ, જામજોઘપુરમાં 2, ભાણવડમાં 1.5, જોડિયામાં 1, જામનગરમાં અડધો, દ્વારકામાં પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. નદી, તળાવ, ચેકડેમમાં નવાનીરની આવક થઇ હતી.

રાજયના હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં કરેલી ભારે વરસાદની આગાહી વચ્ચે હાલારમાં રવિવારે સતત બીજા દિવસે મેઘરાજાએ મુકામ કર્યો હતો. વહેલી સવારથી જ આકાશમાં કાળાડીંબાગ વાદળો છવાતા મેઘાવી માહોલ જોવા મળ્યો હતો. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સવારે 6 કલાકથી મેઘરાજાએ પધરામણી કરી હતી. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં મેઘરાજાનું સવારે 8 વાગ્યાથી આગમન શરૂ થયું હતું અને બે કલાકમાં અડધો ઇંચ પાણી વરસ્યું હતું. બાદમાં બે કલાક વિરામ બાદ બપોરે 12 થી સાંજે 8 વાગ્યા સુધીમાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરતા ખંભાળિયા તાલુકામાં 8 કલાકમાં 18 ઇંચ પાણી વરસ્યું હતું. જયારે રવિવારે સવાર 6 થી સાંજે 8 કલાક સુધીમાં કલ્યાણપુરમાં 5,  લાલપુરમાં 2.5, કાલાવડ, જામજોઘપુરમાં 2, ભાણવડમાં 1.5, જોડિયામાં 1, જામનગરમાં અડધો, દ્વારકામાં પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો.

ખંભાળિયાના ઘી અને સિંહણ ડેમમાં 2 ફૂટ પાણીની આવક
ખંભાળિયા શહેરને પાણી પૂરું પાડતા ઘી ડેમમાં ઉપરવાસના વરસાદના કારણે બે ફુટ નવા પાણીની આવક થઈ હતી. જેના કારણે કી ડેમની સપાટી 11 ફૂટ ઉપર પહોંચી હતી. ખંભાળિયા જામનગર હાઈવે પરના ગામો માંઢા, સિંહણ, દાતા વિગેરે ગામોમાં આજે સાંજ સુધી મુશળધાર થઇ થી વધુ વરસાદ વરસ્યો હતો જેના કારણે મહત્ત્વના એવા સિંહણ ડેમ માં વધુ બે ફૂટ પાણીની આવક થતાં ડેમની સપાટી 11 ફૂટે પહોંચી હતી.

જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં અડધા થી 2 ઇંચ વરસાદ
જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં શનિવારે સવારે 8 થી રવિવારે સવારે 8 કલાક એટલે કે 24 કલાક દરમ્યાન અડધાથી બે ઇંચ વરસાદ વરસ્યો છે. જેમાં વસઇ, મોટીબાણુંગાર, ફલ્લા, જામવંથલી,હડીયાણા, જાલીયાદેવાણી, ભલસાણબેરાજા, મોટા પાંચદેવડા,મોટાવડાળા,સમાણા, ડબાસંગમાં પોણો, લાખાબાવળ, દરેડ, ધુનડા, ધ્રાફા, મોડપરમાં બે, શેઠવડાળા, જામવાડી, પરડવામાં સવા ઇંચ અને નવાગામમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...