તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભયનું લખલખું:વાવાઝોડું માથે ઝળુંબી રહ્યું છે ત્યારે પણ જામનગરમાં ભયજનક હોર્ડિંગ્સ યથાવત

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોમર્શિયલ કોમ્પ્લેક્ષ સહિતના સ્થળોએ કામગીરી જરૂરી

જામનગરમાં સોમવાર અથવા મંગળવારે તૌકતે વાવાઝોડું ત્રાટકવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેના પગલે શહેરમાં મનપા દ્વારા રાઉન્ડ ધી કલોક કન્ટ્રોલ રૂમ શરૂ કરવા સહિતના સાવચેતીના પગલાં લેવામાં આવ્યાં છે. પરંતુ નવાઇની વાત એ છે કે, શહેરીજનો માથે વાવાઝોડાનું જોખમ ઝંળુંબી રહ્યું છે અને તીવ્રથી અતિતીવ્ર પવન સાથે વરસાદની આગાહી હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી હજુ સુધી કોર્મશિયલ કોમ્પલેકસ સહિતના સ્થળો પર ઉંચાઇ પર લગાડેલા હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યા નથી. જેના કારણે આ હોર્ડિંગ્સ વાવાઝોડામાં આફતરૂપ બનશે તેમાં બેમત નથી.

અન્ય સમાચારો પણ છે...