ભાવમાં વધારો:કમોસમી વરસાદ તેમજ વાવાઝોડાના કારણે કેરીના પાકને નુકસાનથી ભાવ બે ગણા વધ્યા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્પાદનમાં ઘટાડો થતાં જામનગરની બજારમાં કેસર કેરી 1 મહિનો મોડી આવશે

રાજ્યભરમાં પડેલા કમોસમી વરસાદ તથા વાવાઝોડાના કારણે કેરીના પાકને વ્યાપક નુકશાન થતા ગતવર્ષ કરતા ભાવમાં બે ગણો વધારો થયો છે. બીજી બાજુ ચાલુ વર્ષે જામનગરની બજારમાં કેસર કેરી એક મહિનો મોડી આવશે. મધ્યમ વર્ગના લોકો માટે આ વર્ષે મીઠી કેરી કડવી બની ગઈ છે. સામાન્ય રીતે ઉનાળાની શરૂઆતમાં જામનગરની બજારમાં કેરીની આવક શરૂ થઇ જાય છે. પરંતુ આ વર્ષે કેરી મોડી આવી છે. હાલમાં બજારમાં રત્નાગીરી, બેંગલોર સહિતની કેરી મળી રહી છે.

જો કે જામનગરની બજારોમાં કેસર કેરીનું આગમન 1 મહિનો મોડું થશે.કારણે કે ચાલુ વર્ષે હવામાનમાં આવેલા પલટા તથા તૌકત વાવાઝોડામાં કેરીના બગીચાઓમાં આંબામાં આવેલા અંદાજિત 60 ટકા મોરને નુકશાન થયું છે.સામાન્ય રીતે જામનગરમાં રત્નાગીરી, બેંગ્લોર તથા તાલાળા થી કેરી આવતી હોય છે. પરતું ચાલુ વર્ષ તાલાલા પંથકની કેરીઓ આવતા હજી 20 દિવસનો સમય લાગશે તેમ જામનગરના કેરીના વેપારીઓએ જણાવ્યું હતું.

કેરીના ભાવની ફેક્ટ ફાઈલ ( કિલોના રૂા.)
કેરીચાલુ વર્ષગત વર્ષે
રત્નાગીરી30080-90
બેંગલોર15080-90
લાલબાગ15050-60
બદામ12050-60

કેસર કેરીની પેટીના ભાવમાં 300 નો વધારો

ચાલુ વર્ષે કેરીના પાકને નુકસાન થયું હોવાથી કેરીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જેને કારણે આ વર્ષે કેસર કેરી 10 કિલો એટલે કે એક પેટી નો ભાવ રૂ 800 થી 1000 રૂપિયાનો થશે. ગત વર્ષે પેટી નો ભાવ 500 થી 700 બોલાયો હતો.

કમોસમી વરસાદ પડશે તો કેરીનો ભાવ ઘટશે
જો ચાલુ વર્ષે પણ આ સીઝન દરમ્યાન કમોસમી વરસાદ પડશે તો કેરીના ભાવમાં ઘટાડો થશે. લોકોની માન્યતા છેકે, વરસાદ પછી કેરીમાં જીવાત પડી જતી હોય ખાઇ શકાઇ નહીં. કેરીના ભાવમાં ઘટાડો થશે.-બસીરભાઈ સેરાવલા, કેરીના વેપારી, જામનગર.

અન્ય સમાચારો પણ છે...