તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

GST વિભાગ સુષુપ્તાવસ્થામાં:બોગસ બીલીંગથી બ્રાસ સ્ક્રેપને નુકસાન, હાલારમાં 3 માસમાં એકેય તપાસ કરી નથી : SGST જોઇન્ટ કમિશનર

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીલ વગર માલની હેરફેરથી ભાવફેરના કારણે હાલાકીની ઉધોગકારોમાં ફરિયાદો છતાં જીએસટી વિભાગ સુષુપ્તાવસ્થામાં
  • ટ્રાન્સપોર્ટરોની મીલીભગતની આશંકા: નાના ઉધોગકારોને આર્થિક ફટકો: ઉચ્ચકક્ષાએ રજૂઆતની તજવીજ

જામનગરના ધોરીનસ સમાન બ્રાસ ઉધોગમાં બોગસ બીલીંગથી બ્રાસ સ્ક્રેપના ભાવામાં મોટા તફાવતથી નુકસાન થઇ રહ્યાની ઉધોગકારોની રજૂઆતો અને ફરિયાદોના પગલે પાંચેક દિવસ પહેલાં જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન, જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન અને એકઝીમ મેટલ મર્ચન્ટ એસોસીએશનની સંયુકત મીંટીંગ મળી હતી. જેમાં સંસ્થાના સભ્યો અને ઉધોગકારોએ બોગસ બીલ દ્વારા માલનું વેંચાણ અને બીલ વગર માલની હેરફેરના કારણે ભાવમાં મસમોટો તફાવત હોવાનો સ્પષ્ટ મત વ્યકત કર્યો હતો.

આ સ્થિતિમાં હાલારમાં ત્રણ મહિનામાં એકપણ તપાસ ન કરી હોવાનું રાજકોટ એસજીએસટીના જોઇન્ટ કમિશ્નર વી.એન.ગુર્જરે જણાવ્યું છે. બીલ વગર માલની હેરફેરથી ભાવફેરના કારણે પારાવાર હાલાકીની ઉધોગકારોમાં ફરિયાદો છતાં જીએસટી વિભાગ સુષ્પત અવસ્થામાં રહેતા આશ્ચર્યની સાથે અનેક સવાલ ઉઠયા છે. બીલ વગર માલની હેરફેરમાં ટ્રાન્સપોર્ટરોની પણ મીલીભગત હોવાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. જેના કારણે નાના ઉધોગકારોને આર્થિક ફટકો પડી રહ્યો છે. ત્યારે આ મામલે ઔધોગિક સંસ્થાઓ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

30 વેપારીઓને 3 વર્ષથી રૂ.15 લાખનું રીફંડ ચૂકવાયું નથી
જીએસટીના કાયદા પહેલા વેટ કાયદો હતો. વેટ કાયદા અન્વયે વર્ષ 2016-17 અને 2017-18ની આકારણીના સંદર્ભમાં મુખ્ય રાજય વેરા કમિશ્નર દ્વારા આકારણી પૂર્ણ કરવા અલગ-અલગ સૂચના આપવામાં આવી હતી. જેમાં રૂ.1 લાખથી વધુ રકમના રીફંડના કેસની આકારણી જે-તે સમયે પૂર્ણ કરાઇ હતી. રૂ.1 લાખથી ઓછું રીફંડ વેપારીઓ દ્વારા પત્રક દ્વારા કલેઇમ કરાતા સીધું રીફંડ મળી રહે તે માટે અમદાવાદ વડી કચેરી દ્વારા કાર્યવાહી થઇ રહી છે. પરંતુ જામનગર વર્તુળમાં વર્ષ 2016-17 અને 2017-18માં જામનગરના 30 જેટલા વેપારીઓએ પત્રકો રજૂ કરવા છતાં હજુ સુધી આ વેપારીઓને રૂ.15 લાખનું રીફંડ ચૂકવામાં ન આવતા અનેક સવાલ ઉઠયા છે.

બોગસ બીલીંગની ફરિયાદ મળી નથી, મળશે તો તપાસ કરશું
બોગસ બીલીંગ અને બીલ વગર બ્રાસ સ્ક્રેપના માલની હેરફેરની કોઇ ફરિયાદ ઉધોગકારો કે ઔધોગિક સંસ્થા દ્વારા મળી નથી. જો ફરિયાદ મળશે તો તપાસ કરી પગલાં લેવામાં આવશે. > વી.એન.ગુર્જર, એસજીએસટી, જોઇન્ટ કમિશ્નર, રાજકોટ

અન્ય સમાચારો પણ છે...