ખરીફ પાકને નુકસાન:જોડિયા તાલુકામાં કમોસમી વરસાદથી જીરૂનો ઉભો પાક બગડી જતાં નુકસાન

હડિયાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતો ટ્રેકટર ફેરવી નાશ કરવા લાગ્યા
  • ચણાનો​​​​​​​ પાક પણ નિષ્ફળ જવાની ભીતિ, ખેડૂતોને આિર્થંક ભીંસ

જોડિયાના ગ્રામ્ય વિસ્તારોમાં ગત સપ્તાહમાં કમોસમી વરસાદ થયો હતો. ખાસ કરીને તાલુકાના લીંબુડા, હડીયાણા, વાવડી, બાદનપર, જોડીયા, કુન્નડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાથી શિયાળામાં વાવેલા જીરૂના પાકમાં ઉતાર આવવાથી ઘણા ખેડૂતોનો જીરૂનો ઉભો પાક બગડી જવાથી આ પાકમાં ટ્રેક્ટર ચલાવી નાશ કરવા માંડ્યા છે. આટલું જ નહીં જીરૂનો પાક નિષ્ફળ જવાથી ખેડૂતો દેવામાં ડૂબી ગયા છે. અન્ય પાક વાવવા નાણા નથી.

અન્ય સમાચારો પણ છે...