• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Dam Gates Will Be Opened At 10 Am Tomorrow To Fill The Check Dams Under Und 1, Instructions To The Villagers Coming To Hethwas Not To Go To The River Bed

ગામલોકોને સાવચેત કરાયા:ઊંડ-1 હેઠળના ચેકડેમો ભરવા આવતીકાલે સવારે 10 વાગ્યે ડેમના દરવાજા ખોલાશે, હેઠવાસમાં આવતા ગામના લોકોને નદીના પટમાં ન જવા સૂચના

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

જામનગરમા કાર્યપાલક ઈજનેર, જામનગર સિંચાઈ વિભાગ, જામનગરના ચેતવણી સંદેશમાં જણાવ્યા મુજબ, જામનગર તાલુકાના નંદપુર ગામમાં આવેલા ઊંડ -1 ડેમમાંથી ડેમના નીચાણવાસના ચેકડેમો ભરવા માટે આગામી તા. 04 માર્ચના રોજ 10:00 કલાકે ડેમના દરવાજા ખોલવામાં આવનાર છે.જેથી હેઠવાસમાં આવતા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.

આ ગામના લોકોને સાવચેત કરાયા
ડેમના હેઠવાસમાં આવતા જામનગર તાલુકાના તમાચણ, રોજીયા, રવાણી ખીજડીયા, ખંભાલીડા, ધ્રાંગડા અને સણોસરા, ધ્રોલ તાલુકાના વિરાણી ખીજડીયા, જાળીયા દેવાણી, માનસર, હમાપર, સોયલ, નથુવડલા, માવાપર અને વાંકિયા તેમજ જોડિયા તાલુકાના લખતર- આ ગામોના લોકોને નદીના પટમાં અવર- જવર ન કરવા, પોતાના માલ-મિલકત, ઢોર- ઢાંખરને નદીના પટમાં ન જવા દેવા તેમજ સાવચેત રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવે છે. તેમ કાર્યપાલક ઈજનેર, જામનગર સિંચાઈ વિભાગ, દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...