તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાકીય પ્રવૃતિ:અનુકંપા કરૂણા જીવદયા પરિવાર દ્વારા કોરોનાના દર્દી અને સંબંધીઓ માટે રોજ ચા-નાસ્તાની સેવા

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી અને ખાનગી હોસ્પિટલમાં રોજના 200 લોકો લાભ લઇ રહ્યા છે

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે શહેરની જી.જી. હોસ્પિટલ અને આયુર્વેદ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલમાં દર્દીઓમાં વધારો થઇ રહયો છે ત્યારે શહેરની જુદી-જુદી સંસ્થાઆે સહિતનાઓ દર્દી અને તેના સગા-સ્નેહીઓ માટે ભોજન સહિતની સેવાઓ પુરી પાડી રહ્યા છે ત્યારે અનુકંપા કરૂણા જીવદયા પરિવાર જામનગરના કાર્યકરો દ્વારા આયુર્વેદ હોસ્પિટલના પાર્કિગમાં દરરોજ સવારે નિ:શુલ્ક દર્દી અને સગા-સંબંધીઓ માટે સવારના ચા-નાસ્તાની સેવા શરૂ કરી છે.

પન્યાસપ્રવર ગણીવર્ય વ્રજસેનવિજયજી મ.સા તથા આચાર્ય ભગવંત વિજયહેમપ્રભસુરીશ્વરજી મ.સા.ના.ની પ્રેરણાથી તેમજ આર્થિક સહયોગથી હાલની કોવિડ-19ની મહામારીમાં સરકારી અને ખાનગી હોસ્પિટલ દર્દીઓથી ખીચોખીચ ભરેલી છે ત્યારે ગુરૂભગવંત દ્વારા નવરકાશી ભક્તિ એટલે સવારના હેરાન થતા દર્દીઓ અને દર્દીઓના સગા માટે ચા અને ગરમ નાસ્તો રોજ સમયસર મળે તેવા ઉદેશથી આ કાર્યને સાર્થક કરવા અનુકંપા કરૂણા જીવદયા પરિવાર જામનગરના કાર્યકરો દ્વારા તા.4થી રોજ સવારના દર્દી અને દર્દીના સગા–સબંધીઓ આ સેવા શરૂ કરી છે.

આર્યુવેદ હોસ્પિટલ મેદાન કે જ્યાં હાલ દર્દીઓના સગા માટે વિનામુલ્યે પાર્કિંગની સુવિધા છે ત્યા લગભગ રોજ કોવિડ-19ની ગાઈડ લાઈનનું પાલન સાથે 200 દર્દીનાના સગા-સ્નેહીઓ લાભ લઇ રહયા છે અને એરપોર્ટ રોડ પાસેની ગુરૂકુલ શાળામાં પણ ચા-નાસ્તા સહિતની વ્યવસ્થા પુરી પાડવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...