જાગૃતતા:જામનગર શહેરમાં સાઇકલોથોન યોજાઇ, 150થી પણ વધુ સાયકલસવારે ભાગ લીધો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હરિત અને સ્વચ્છ ઉર્જા અપનાવો, આઝાદીનો અમૃત મહોત્સવ મનાવો સંદેશો પ્રસરાવ્યો

સ્વસ્થ જીવનશૈલી અને સ્વસ્થ પર્યાવરણનાં હેતુંથી ઇંધણનો વપરાશ ઘટાડી રોજિંદા કામમાં સાઇકલનો વપરાશ વધારવાનાં ઉદેશથી પેટ્રોલિમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા પ્રેરિત ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા આયોજિત પેટ્રોલિયમ સંરક્ષણ અનુશાસન સંઘ દ્વારા નીયોજીત અને જામનગર સાઈકલિંગ ક્લબ દ્વારા સાઇકલોથોનનું તા. 17ના આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે 6.59ના 7.3 કીમીના આયાેજનમાં જેએમસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી પંચવટી, શરૂસેકશન રોડ થઇ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પૂર્ણ થઇ હતી.

આ આયોજનમાં ઓઈલ કં૫નીઓનાં 150થી પણ વધુ સાયકલિસ્ટોને ગુજરાતનાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, ડો. પી તન્નાએ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે સંબોધતા ધર્મેન્દ્રસિંહએ જણાવ્યું હતું કે, આપણા સંસાધનોને બચાવવા માટે હરિત અને સ્વચ્છ ઉર્જા અપનાવો, આઝાદીનો અમૃત મહોત્સવ મનાવો પર આ૫ણે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

આ થીમના સંદર્ભમાં સાયકલોથોનનું આયોજન કર્યું હતું તેમણે વધુમાં પેટ્રોલિયમ પ્રોડક્ટસના ડહાપણભર્યા વપરાશ, ભવિષ્યની પેઢી માટે સંરક્ષણ અને પર્યાવરણના જતનની મહત્તા પર ભાર મૂક્યો હતો. આ પ્રવૃત્તિઓનો હેતુ જનસમુદાયમાં બળતણની બચત સ્વચ્છ ઉર્જાનો ફાયદો ૫ર્યાવરણીય પ્રદુષણને ઘટાડવા જેવા સંદેશાઓ પ્રસરાવવાનો હતો.

અન્ય સમાચારો પણ છે...