તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:જામનગરમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન શરૂ

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
શહેરના શરૂ સેક્શન રોડ ઉપર આવેલા પોલીસ હેડ કવાર્ટરમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન શરૂ થયું છે, પરિણામે જામનગર અને દ્વારકા જિલ્લામાં બનતા સાયબર ક્રાઈમના કિસ્સાઓમાં પોલીસ તપાસને હવે વેગ મળશે. - Divya Bhaskar
શહેરના શરૂ સેક્શન રોડ ઉપર આવેલા પોલીસ હેડ કવાર્ટરમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન શરૂ થયું છે, પરિણામે જામનગર અને દ્વારકા જિલ્લામાં બનતા સાયબર ક્રાઈમના કિસ્સાઓમાં પોલીસ તપાસને હવે વેગ મળશે.
  • 1 પોલીસ ઈન્સ્પેક્ટર, 3 સબ ઈન્સ્પેક્ટર સહિત અનેક કર્મચારીઓની નિમણૂંક કરાઈ

જામનગર સહિત રાજ્યમાં સાયબર ક્રાઈમના ગુનામાં વધારો થતાં રાજ્યના ગૃહ વિભાગે જામનગર સહિત 10 જિલ્લાઓમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખોલવાનો નિર્ણય કરતા જામનગરમાં મંગળવારે તેની અમલવારી કરાવવામાં આવી હતી અને હેડ કવાર્ટર ખાતે સ્વતંત્ર સાયબર સેલ કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં પીઆઈ સહિત અનેક સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે.

જામનગર શહેર-જિલ્લામાં સાયબર ક્રાઈમમાં નોંધપાત્ર વધારો થયો છે. અત્યાર સુધી સાયબર ક્રાઈમ એલસીબીના નીચે કાર્યરત હતું, પરંતુ ગૃહ વિભાગે સ્વતંત્ર પોલીસ સ્ટેશન તરીકેની મંજૂરી આપતા જામનગરમાં હેડ કવાર્ટર ખાતે તા.1-6-2021થી સાયબર સેલ પોલીસ સ્ટેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

પોલીસ સ્ટેશનમાં 16 પોલીસ કર્મીઓની નિમણૂંક
જામનગરમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પીઆઈ કે.એલ. ગાધે, પીએસઆઈ એ.આર. રાવલ, વૈશાલી આહિર, એન.એચ. નિમાવત તથા અલગ-અલગ પોલીસ સ્ટેશનો અને વિભાગમાં ફરજ બજાવતા ધીરજ બુસા, બિપીનકુમાર દેસાણી, ધર્મેશ વનાણી, લીલમ માધવસંગ, જાહિદ ઈશાની, રંજના વાઘ, ભગીરથસિંહ જાડેજા, પૂજા ધોળકિયા, રાજેશ પરમાર, સુનિલ કાંબલિયા, અશ્વિન પરમાર, મેઘરાજસિંહ જાડેજા, કનુ હુંબલ, હેતલબા રાઠોડ, ચંદ્રિકાબેન ચાવડા અને ગીતાબેન હિરાણી સહિત 16 કર્મચારીઓની નિમણૂંક પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...