કસ્ટમના દરોડા:જામનગરના મોબાઈલ વિક્રેતાઓ પર કસ્ટમના દરોડાથી ચકચાર મચી

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હીનું પગેરું જામનગર સુધી લંબાયું હોવાની આશંકા : મોડીરાત સુધી કામગીરી

જામનગર શહેરમાં કાર્યરત મોબાઈલના વિક્રેતા પર બુધવારે કસ્ટમ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. 4 જેટલી દુકાનો પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન 20 જેટલા મોબાઈલ કબજે કર્યા હોવાનું જાણવા મળે છે. આ કાર્યવાહી મોડીરાત સુધી ચાલુ રહી હતી.જામનગર શહેરના લીમડા લેન વિસ્તાર, નિઓ સ્કવેર વગેરે વિસ્તારમાં બુધવારે સાંજે કસ્ટમ વિભાગની ટીમે મોબાઈલની દુકાનોમાં દરોડા પાડી મોબાઈલનું ચેકીંગ ચાલુ કર્યું હતું.

સૂત્રો જણાવે છે કે, દિલ્હીમાં પકડાયેલા મોબાઈલના પગેરા રાજકોટ, મોરબી અને જામનગર સુધી નીકળ્યા છે. જેના પગલે આ દરોડા પાડવામાં આવ્યા છે.દરોડાની આ કામગીરી દરમિયાન એક દુકાનમાંથી 20 જેટલા મોબાઈલ કબજે કર્યા હોવાનું જાણવા મળે છે. આ દરોડા દરમિયાન મોબાઈલ ફોનની દુકાન ધારકોમાં અફડાતફડી મચી ગઈ હતી અને અનેક દુકાનો વગર દરોડાએ બંધ થઈ ગઈ હતી. લોકોના ટોળા પણ ભેગા થઈ ગયા હતા. કસ્ટમની આ કામગીરી મોડીરાત સુધી ચાલુ રહી હતી.આ દરોડાના પગલે શહેરના મોબાઇલ વિક્રેતાઆેમાં ભારે ચકચાર સાથે ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...