જામનગર-રાજકોટ હાઈવે પર શેખપાટ નજીક આવેલી હોટલે એકટીવા લઇને ચા પીવા આવેલા ગ્રાહકે હોટલ સંચાલકના હાથમાંથી મોબાઇલ ફોન ઝુંટવીને નાશી ગયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
બનાવની મળતી માહિતી મુજબ જામનગર તાલુકાના શેખપાટ નજીક રાજકોટ હાઇવે પર માનસી હોટલની બાજુમાં આવેલી કનૈયા કાઠીયાવાડી હોટલે બુધવારે રાત્રિના સમયે સફેદ કલરના એકટીવાનો ચાલક ચા પીવા આવ્યો હતો અને કાઉન્ટર ઉપર બેસેલા રમેશભાઈ ચાવડાને ચા આપવાનું કહ્યું હતું અને ત્યારબાદ તરત જ એકટીવા ચાલકે રમેશભાઈના હાથમાં રહેલો રેડ મી નોટ 10 મોબાઇલ ઝૂંટવીને ગણતરીની સેંકડોમાં જ નાશી ગયો હતો. ત્યારબાદ રમેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો બી.એન. ચોટલિયા તથા સ્ટાફે એકટીવા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.