ગ્રામજનોમાં કુતુહલ:હડિયાણામાં હેલિકોપ્ટરમાં જાન આવતા ગ્રામજનોમાં કુતુહલ, ટોળા ઉમટી પડ્યા

હડિયાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાના એવા ગામમાં પ્રથમ વખત હેલિકોપ્ટર ઉતરતા લોકો જોવા દોડી ગયા

હડિયાણા ગામમાં રવિવારના રોજ એક લગ્ન પ્રસંગમાં વરપક્ષ હેલિકોપ્ટરમાં આવતા નાના અેવા ગામમાં ભારે કુતુહલ સર્જાયું હતું, આખું ગામ હેલિકોપ્ટરને જોવા ઉમટી પડયું હતું. પ્રથમ વખત હડિયાણામાં હેલિકોપ્ટર ઉતરતા ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

મૂળ હડિયાણા ગામના વતની અને હાલમાં કાંદિવલી પશ્ચિમ મુંબઇ નિવાસી પ્રિયાના લગ્ન નિખિલ સાથે મૂળ ગામ ચેલાના વતની અને હાલમાં ભીંવડી, મુંબઇ નિવાસી સાથે રવિવારના રોજ હડિયાણા ગામે શ્રી સતીમાતાજી મંદિર ભીમાણી પરિવારની જગ્યાએ સવારે આશરે 8 વાગ્યે વરરાજા પોતાના ચેલા ગામેથી હેલિકોપ્ટરમાં હડિયાણા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની જગ્યામાં હેલિપેડ ખાતે લેન્ડ થયું હતું. સૌ પ્રથમ વખત હડિયાણામાં હેલિકોપ્ટરમાં વરરાજાની જાન આવી હતી. આ નઝારો જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...